એસ.ટી.બસ સ્ટેશન પાછળ આવેલી હોટેલમાં 35 ટીમ દ્વારા 60 હોટેલમાં ચેકિંગ: રજિસ્ટર, CCTV તેમજ રૂમ ચેક કરવામાં આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
આજ સવારથી જ રાજકોટ પોલીસ દ્વારા હોટેલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેર પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા ક્રાઇમ બ્રાન્ચ, SOG તેમજ સ્થાનિક પોલીસના ડી સ્ટાફની અલગ અલગ 35 જેટલી ટીમ બનાવી તમામને બંધ કવર આપવામાં આવ્યું. જેમાં હોટેલના નામ આપવામાં આવ્યા જે જગ્યા પર જઇ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અંદાજે 60 જેટલી હોટેલોમાં ચેકિંગ હાથ ધરાયું હતું.
- Advertisement -
26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વને ધ્યાનમાં રાખી તેમજ સાથે મિલકત સબંધી ગુનાઓ અટકાવવા અને કોઈ ટેરેરિઝમ એક્ટિવિટી સાથે સંકળાયેલ વ્યક્તિ હોટેલમાં રોકાયેલ નથી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહ્યું છે. સાથે જ હોટેલમાં રજિસ્ટ્રાર, ઈઈઝટ તેમજ હોટેલના રૂમ ચેક કરવામાં આવી રહ્યા છે.
- Advertisement -
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજે સવારના સમયે ક્રાઇમ બ્રાન્ચ, SOG તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ ટીમ બોલાવી અલગ અલગ 35 ટીમને એક સાથે બંધકવર આપવામાં આવ્યા છે. આ બંધ કવરની અંદર તમામ ટીમને એક એક હોટેલના નામ આપવામાં આવ્યા છે જ્યાં જઇ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.