ખાણી-પાણીના ફુડ સ્ટોલ-લારીવાળા લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે તે હેતુથી મેળામાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યુ
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના મેળામાં સાતમ- આઠમના તહેવાર દરમિયાન હજારો લોકો ઉમટી પડે છે ત્યારે લોકમેળામાં મ્હાલવા આવતા લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ રસરંગ લોકમેળો તથા આજી ડેમ પાસે યોજાતા અને રોયલ જન્માષ્ટમી મેળામાં ખાણીપીણીના સ્ટોલનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 345 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા રસરંગ લોકમેળો -2023માં પાંચ દિવસ (તા.7-09-2023 બપોર બાદથી તા.10-09-2023 સાંજ સુધી) દરમિયાન તમામ ફૂડ સ્ટોલનું ચેકિંગ કરવામાં આવ્યું તેમજ સ્થળ પર ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા એવરનેસ તથા ચકાસણી હાથ ધરવામાં આવી. જેમાં અલગ અલગ પ્રકારની ખાદ્યચીજોનું વેચાણ કરતાં સ્ટોલ તથા ફેરિયાની ચકાસણી કરતાં તેઓ દ્વારા વેચાણ થતા વાસી અખાદ્યતથા એકસપાયરી થયેલ મળી આવેલી ખાદ્યાચીજોના અંદાજીત કુલ 296 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવ્યો. જેમાં ખીચું, ચિપ્સ ભૂંગળા બટેટાના સ્ટોલ પરથી – ઉપયોગમાં લેવાતા અખાધ્ય વાસી બાફેલા, સડેલ બટેટા, પોટેટો ટ્વીસ્ટર કોટિંગ, બાફેલા બટેટા, વાસી ખીરું મળીને કુલ 84 ક્રિ.ગ્રા સ્થળ પર નાશ, ઘૂઘરા (ફેરિયા) પાસેથી – ઉપયોગમાં લેવાતા અખાધ્ય 52 ક્રિ.ગ્રા. વાસી મીઠી ચટણી સ્થળ પર નાશ, ચાઇનીઝ પંજાબી – ઉપયોગમાં લેવાતા અજીનો મોટો પાઉડર, અખાધ્ય સડેલા વાસી કોબીજ શાકભાજી મળી ને કુલ 38 ક્રિ.ગ્રા. સ્થળ પર નાશ, ફ્રૂટવાળા(ફેરિયા)- ઉપયોગમાં લેવાતા અખાધ્ય વાસી સડેલા તરબુચ પાઈનેપલ ટામેટાં મળી ને કુલ 56 ક્રિ.ગ્રા. સ્થળ પર નાશ કરાયો હતો.
ખાનગી મેળામાંથી વાસી રગડો, ફરસાણ, ચટણીનો નાશ કરતી આરોગ્ય શાખા
ફૂડ વિભાગની ટીમ દ્વારા આજી – નર્મદા જન્માષ્ટમી મેળો -આજીડેમ સર્કલ પાસે થી ફૂડ સ્ટોલ – 12 અને લારી – 08 નું ચેકિંગ દરમિયાન વેચાણ થતાં વાસી રગડો – 04 ક્રિ.ગ્રા., બાફેલા બટેટા – 06 ક્રિ.ગ્રા., ચટણી – 10 ક્રિ.ગ્રા., વાસી ફરસાણ – 05 ક્રિ.ગ્રા., ફ્રૂટ્સ – 11 ક્રિ.ગ્રા., મળીને કુલ 36 ક્રિ.ગ્રા. સ્થળ પર નાશ કરાયો જ્યારે રોયલ 2 જન્માષ્ટમી મેળો -ગોવર્ધન ચોક પાસે, 150 ફૂટ રિંગ રોડ પર થી 17 ફૂડ સ્ટોલનું ચેકિંગ દરમિયાન સ્થળ પર વેચાણ થતાં વાસી પટેટો રિંગનો મસાલો – 06 ક્રિ.ગ્રા., પટેટો રીંગસ 04 ક્રિ.ગ્રા., એક્સપાયરી તૂટીફૂટી 03 ક્રિ.ગ્રા. મળીને કુલ 13 ક્રિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.