PGVCL દ્વારા છેલ્લા 7 મહિનાથી સતત સૌરાષ્ટ્ર વ્યાપી દરોડાનો દો2 : સવા2થી 36 ટિમો દ્વારા ચેકીંગ
ખાસ-ખબર સંવાદદાતા
વીજચોરી રોકવા માટે PGVCL દ્વારા છેલ્લા 7 મહિનાથી સતત સૌરાષ્ટ્ર વ્યાપી દરોડાનો દો2 ચલાવવામાં આવી 2હયો છે. રાજકોટ શહેરમાં આજે કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવ રાખવામાં આવી છે અને લગભગ 25 જેટલા અલગ અલગ વિસ્તારોમાં સવા2થી 36 ટિમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
- Advertisement -
રાજકોટ શહેરમાં આજે PGVCLની કોર્પોરેટ ટિમ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના અલગ અલગ 25 જેટલા વિસ્તારોમાં 35 ટિમો દ્વારા સવારે 8 વાગ્યાથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વાવડી, નાના મવા, ખોખળદડ અને મવડી રોડ સબ ડિવિઝન હેઠળ આવતા અલગ અલગ 25 જેટલા વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં કુલ 11 ઊંટના 5 ફીડર આવરી લેવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં આજે સવારથી શરૂ કરાયેલ ચેકીંગ ડ્રાઇવમાં પાવર ઈન્ડ. એરિયા, નારાયણ નગર, સીતારામ સોસાયટી, વૃંદાવન પાર્ક, હરિહર સોસાયટી, પ્રિયદર્શિની સોસાયટી, ગિરનાર સોસાયટી, રાજદીપ સોસાયટી, પટેલ નગર, ધરમનગર સોસાયટી, રામનગર વિસ્તાર, રાધેશ્યામ સોસાયટી, વચ્છરાજનગર, તિરુપતિ સોસાયટી, ખોડિયારપરા, આંબેડકરનગર, ખોડિયારનગર મુખ્ય માર્ગ પાસેનો વિસ્તાર અને ગોવર્ધન ચોક સહિત 25 જેટલા વિસ્તારનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે ગત જુલાઈ મહિના દરમિયાન રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગ દરમિયાન ઙૠટઈક દ્વારા કુલ 2 કરોડ થી વધુ રકમની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.