કાલથી વન્ડે શૃંખલા શરુ થઇ હોય સુરક્ષા-વ્યવસ્થા અંગે કરી સમિક્ષા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દિલ્હીમાં બ્લાસ્ટ થયા બાદ રાજ્યભરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી સ્થાનિક પોલીસ દ્વારા ચેકીંગ ઝુંબેશ પણ સઘન બનાવવામાં આવી છે ત્યારે રાજકોટ જામનગર રોડ ઉપર નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલથી ભારત એ અને સાઉથ આફ્રિકાની એ ટિમ વચ્ચે ત્રણ વન્ડે મેચ યોજાનાર હોય તે પૂર્વે એસપી વિજયસિંહ ગુર્જરે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને સઘન ચેકીંગ કર્યું હતું અહીં દર્શકોને વિનામૂલ્યે પ્રવેશ હોય જેથી સુરક્ષા-વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરી હતી.
- Advertisement -
દિલ્હીમાં બ્લાસ્ટ થયા પછી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે અન્ય કોઈ સ્થળે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે રાજ્ય પોલીસવડા દ્વારા તમામ આઇજી, એસપી, સીપી, ડીવાયએસપીને સઘન વાહન ચેકીંગ કરવા આદેશ આપવામાં આવ્યા છે જે અંતર્ગત ઠેર ઠેર ચેકીંગ ઝુંબેશ વેગવંતી કરી દેવામાં આવી છે દરમિયાન રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં આવતીકાલથી ભારતની એ ટિમ અને સાઉથ આફ્રિકાની એ ટિમ વચ્ચે વન્ડે શૃંખલા શરુ થવાની હોય જેથી સુરક્ષા-વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર, એલસીબી પીઆઇ ઓડેદરા, પડધરી પીઆઇ પરમાર સહિતનો કાફલો ગત રાત્રે સ્ટેડિયમ ખાતે પહોંચ્યો હતો અને સ્ટેડિયમમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું 13, 16 અને 19 એમ ત્રણ દિવસ મેચ યોજાનાર હોય જેમાં ક્રિકેટ રસિયાઓને વિનામૂલ્યે પ્રવેશ મળવાનો છે જેથી મોટા પ્રમાણમાં લોકો મેચ જોવા આવનાર હોય તેમની સુરક્ષા-વ્યવસ્થા અંગે અધિકારીઓ સાથે એસપીએ સમીક્ષા કરી હતી.



