ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના છતડીયા ગામે આધુનિક એસટી બસ સ્ટેન્ડનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એસટી બસ સ્ટેન્ડની ગ્રાન્ટ ધારાસભ્ય આયોજનમાં આ ગામમાં બસ સ્ટેન્ડ બને તે માટે ધારાસભ્ય હીરાભાઇ સોલંકી દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ધારાસભ્ય હીરાભાઇ સોલંકી સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં રીબીન કાપી લોકાર્પણ કરાયું. છતડીયા ગામ વધુમાં વધુ વિકસીત થાય તે માટે વિરભદ્રભાઇ ડાભીયા દ્વારા પ્રયત્ન હાથ ધરવામા આવી રહ્યા છે. અગાઉ પણ વિરભદ્રભાઈ ડાભીયા દ્વારા નવી પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી અને ગ્રામપંચાયત કચેરી બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. છતડીયા ગામ વધુ વિકસીત બને તે માટે હંમેશા વિરભદ્રભાઇ ડાભીયા તત્પર રહ્યા છે. આ સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું ફુલહાર પહેરાવી મોમેન્ટો આપી વિરભદ્રભાઈ ડાભીયા દ્વારા સન્માન કરવામા આવ્યું. આ તકે વિરભદ્રભાઇ ડાભીયા, હરસુરભાઇ લાખનોત્રા, સાગરભાઇ ડાભીયા, મહેન્દ્રભાઇ ધાખડા, સંજયભાઇ ધાખડા, વનરાજભાઇ વરુ, દાદભાઈ વરુ, મનુભાઇ ધાખડા, મુકેશભાઇ ગુજરીયા,અંજયસિંહ ગોહિલ તેમજ આગેવાનો-અગ્રણીઓ સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



