વર્લ્ડ બ્રેઈન ડે 22 જુલાઈએ વિશ્ર્વમાં મગજના આરોગ્ય માટે લોકોને જાગૃત કરવા માટે ઉજવાતો દિવસ
મગજનું સ્વાથ્ય, નવા યુગની મહત્વની પડકારરૂપ ચિંતાઓ : ડૉ. ત્રિશાંત ચોટાઈ, ન્યુરોસર્જન, ગોકુલ હોસ્પિટલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
આજના યુગમાં ખાસ કરીને યુવાનોમાં મગજને લગતી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. બદલાતી જીવનશૈલી, દિનચર્યાની અસમતુલનાવાળું આયોજન, વધતી ટેન્શન અને ટેક્નોલોજીની અતિશય વપરાશના કારણે યુવાનોમાં નાના વયે જ મગજની ગંભીર તકલીફો જોવા મળી રહી છે. મગજનું સ્વાથ્ય, નવા યુગની મહત્વની પડકારરૂપ ચિંતાઓ અંગે ગોકુલ હોસ્પિટલના ન્યુરોસર્જન ડો. ત્રિશાંત ચોટાઈ મહત્વની વાત જણાવી.મગજની બીમારીઓમાં વહેલી તકે ઓળખ અને યોગ્ય સારવાર ઘણું મહત્વ ધરાવે છે. માઈગ્રેન, સ્ટ્રોક, વીક નર્વસ સિસ્ટમ, ટ્યુમર જેવી સ્થિતિઓમાં ઓપરેશન, દવાઓ, સિનિયર ડોક્ટરોનુ કાઉન્સેલિંગ અને જરૂર પડે ફિઝિયોથેરાપી જેવી સારવાર જરૂરી બને છે. દર્દી અને પરિવારજનોને સમયસર નિર્ણય લેવા જોઈએ. સારી ઊંઘ, સારી આહારશૈલી, વ્યાયામ અને ટેન્શન મુક્ત જીવન – આ ચાર સ્તંભો મગજના આરોગ્ય માટે અત્યંત અગત્યના છે. આ વર્લ્ડ બ્રેઈન ડેના સંદર્ભે આવો આપણે સંકલ્પ લઈએ કે મગજ માટે શુદ્ધ જીવનશૈલી અપનાવશું.
યુવાનોમાં વધી રહેલી મગજની બીમારીઓના મુખ્ય કારણો:
મોડાં સુવું અને ઓછી ઊંઘ લેવી
મોટે ભાગે મોબાઇલ કે લેપટોપ પર સમય વિતાવવો
જંકફૂડ અને ખોરાકમાં પોષકતત્ત્વોની ઉણપ
સતત ટેન્શન અને ઉદાસીનતા
શારીરિક પ્રવૃત્તિ ન કરવી
વ્યસનો (તમાકુ, દારૂ, નશીલા પદાર્થો) તરફ વળવું
આ બધાં કારણો મગજની નસોને નુકશાન પહોંચાડે છે, મેમરી ઘટાડે છે અને ઘણીવાર સ્ટ્રોક જેવી સ્થિતિ ઊભી કરે છે.
- Advertisement -
કોને વધારે સાવચેતી રાખવી જોઈએ?
જેમને ડાયાબિટીસ, બીપી જેવી દીરઘકાલીન બીમારીઓ હોય
જેમના કુટુંબમાં સ્ટ્રોક, પેરાલિસિસ કે ડિમેન્શિયા હોય તેવા લોકોને
વૃદ્ધો અને માનસિક દબાણનો સામનો કરતા લોકો
જેમણે તાજેતરમાં માથામાં ઈજા કે અકસ્માત થયો હોય
મગજનું આરોગ્ય જાળવવા માટે જરૂરી પગલાં:
દરરોજ પુરતી ઊંઘ લેવી
તાજું અને પૌષ્ટિક ખોરાક લેવો
વ્યાયામ, યોગ અને શ્વાસપ્રશ્વાસની ટેકનિક અપનાવવી
મોબાઇલ/ટેલીવિઝનનો સમય નિયંત્રિત કરવો
ટેન્શન ઘટાડવા માટે ધ્યાન કે સંવાદ સાધવો
ચક્કર આવવો, માથામાં દુખાવો રહેવો, સ્મૃતિ ઓછી થવી જેવી તકલીફો આવે તો તાત્કાલિક તજજ્ઞની સલાહ લેવી