ISROના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, સપાટીની નજીકનું તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસ રહેવાની અપેક્ષા નથી. જે સપાટી પર ચંદ્રયાન 3 લેન્ડ થયું છે અને તેના પ્રયોગો કરી રહ્યું છે
ચંદ્રયાન-3 એ રવિવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટીના તાપમાન પર તેના પ્રથમ તારણો મોકલ્યા પછી વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થયા છે. વાત જાણે એમ છે કે, ISROના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, સપાટીની નજીકનું તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસ રહેવાની અપેક્ષા નથી. જે સપાટી પર ચંદ્રયાન 3 લેન્ડ થયું છે અને તેના પ્રયોગો કરી રહ્યું છે, ત્યાં તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડથી 30 ડિગ્રી વચ્ચે રહેવાનો અંદાજ હતો. આપણે બધા માનતા હતા કે, સપાટી પરનું તાપમાન 20 ડિગ્રી સેન્ટિગ્રેડથી 30 ડિગ્રી સેન્ટિગ્રેડની આસપાસ હોઈ શકે છે, પરંતુ તે 70 ડિગ્રી સેન્ટિગ્રેડ છે.
- Advertisement -
ISROના વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત
ઈસરોના વૈજ્ઞાનિક બીએચ દારુકેશાએ કહ્યું, આ આશ્ચર્યજનક રીતે અમારી અપેક્ષા કરતાં વધુ છે. પૃથ્વી પર ભાગ્યે જ આવી કોઈ ભિન્નતા છે અને તેથી ચંદ્રયાન 3 ના પ્રથમ તારણો ખૂબ જ રસપ્રદ છે. જ્યારે આપણે પૃથ્વીની અંદર બે થી ત્રણ સેન્ટિમીટર જઈએ છીએ ત્યારે આપણે ભાગ્યે જ બે થી ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડની વિવિધતા જોતા હોઈએ છીએ. જ્યારે ત્યાં (ચંદ્રમાં) તે લગભગ 50 ડિગ્રી સેન્ટીગ્રેડ તફાવત છે. તેમણે કહ્યું કે, આ કંઈક રસપ્રદ છે.
Chandrayaan-3 Mission:
Here are the first observations from the ChaSTE payload onboard Vikram Lander.
ChaSTE (Chandra's Surface Thermophysical Experiment) measures the temperature profile of the lunar topsoil around the pole, to understand the thermal behaviour of the moon's… pic.twitter.com/VZ1cjWHTnd
- Advertisement -
— ISRO (@isro) August 27, 2023
ચંદ્રયાન 3ના સૌજન્યથી માહિતી મળી
દક્ષિણ ધ્રુવની આસપાસ ચંદ્રની સપાટી પરના તાપમાનમાં તફાવત માઈનસ 70 °C થી માઈનસ 10 °C સુધીનો છે. આ પ્રથમ વખત છે જ્યારે વિશ્વના વૈજ્ઞાનિક સમુદાયને ઈસરોના ચંદ્રયાન 3ના સૌજન્યથી માહિતી મળી.
ચંદ્રની સપાટી પરના તાપમાનના તફાવતમાં શું જોવા મળ્યું
ISRO દ્વારા બહાર પાડવામાં આવેલ ગ્રાફ વિવિધ ઊંડાણો પર વિક્રમ પેલોડ દ્વારા તપાસવામાં આવેલ ચંદ્રની સપાટીનું તાપમાન દર્શાવે છે. ચાર્ટ બતાવે છે તેમ જમીન પરનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે અને તે 20 સે.મી.ની ઊંચાઈએ 60 ડિગ્રીથી વધુ વધે છે. -80 સેમી ઊંડાઈ પર જે જમીનની નીચે છે, તાપમાન માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે.
મહત્વનું છે કે, ત્યાં દિવસ દરમિયાન તાપમાન માપવામાં આવ્યું છે, કારણ કે ચંદ્ર હજુ પણ દિવસ છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે ચંદ્રયાન-3ના ‘સોફ્ટ લેન્ડિંગ’ માટે દક્ષિણ ધ્રુવને પસંદ કરવાનું કારણ જણાવતા કહ્યું હતું કે દક્ષિણ ધ્રુવ સૂર્ય કરતાં ઓછો પ્રકાશિત છે.