પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું હોસ્ટ છે જેનો આરંભ આજથી એટલે કે 19 ફેબ્રુઆરીથી થશે. આજે ઓપનિગ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાંચીમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગે શરૂ થશે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ આખરે આજથી શરૂ થશે. પાકિસ્તાન દ્વારા આયોજિત આ મેચ દુબઈ ખાતે રમશે. આજથી એટલે કે 19 ફેબ્રુઆરીથી આ મેચની શરૂઆત થઈ રહી છે ત્યારે પહેલો મુકાબલો ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે કરાંચીમાં થશે. ભારતીય સમય અનુસાર આ મેચ 2:30 વાગે શરૂ થશે. જો કે હાલ ક્રિકેટના આયોજનને લઈને ઘણી શંકાઓ સેવાઇ રહી છે. ક્રિકેટ સ્ટેડિયમથી લઈને પાકિસ્તાનની તૈયારી અંગે પણ શંકા છે ત્યારે એવું કહેવાઈ રહ્યું છે કે એક વાર આ મેચ શરૂ થશે એટલે બધી વાતો હાંસિયામાં ધકેલાઇ જશે. ઉલ્લેખનીય છે કે છેલ્લે વર્ષ 2017 માં ટાઇટલ જીત્યું હતું.
- Advertisement -
23 ફેબ્રુઆરીએ મહામુકાબલો
ભારત અને પાકિસ્તાન 23 ફેબ્રુઆરીએ આમને-સામને ટકરાશે. બે કટ્ટર હરીફો વચ્ચે યોજાનારી આ મેચને દર્શકો ‘મહામુકાબલો’ કહી રહ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ એ એક ગેમ કરતાં વધુ ભાવનાત્મક લાગણી છે, એક ઇમોશન છે. આ દિવસે સોશિયલ મીડિયા પણ જાણે એક અખાડો બની જશે.
ભારતીય ટીમ ટાઇટલ જીતવા માટે મેદાનમાં ઉતરશે પણ એક નાની ભૂલ પણ તેને ભારી પડી શકે છે. આવું જ કઇંક વર્લ્ડ કપ 2023 ના ફાઇનલમાં પણ થયું હતું. જેમાં સમગ્ર ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યા બાદ પણ ટીમ ઈન્ડિયા હારી ગઈ હતી.
- Advertisement -
ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ- ઈંગ્લેન્ડ
- ઓસ્ટ્રેલિયા ટીમ તેના ફાસ્ટ બોલર પેટ કમિન્સ, મિચેલ સતર્ક અને જોશ હેઝલવુડ વગર જ મેદાનમાં ઉતરશે. પણ તેની પાસે સક્ષમ બેટર છે જે લોકો મેચને પોતાની તરફેણમાં ફેરકી શકે છે.
- ઈંગ્લેન્ડના મુખ્ય પ્લેયર્સના હવે ઉંમરના કારણે પરફોર્મન્સમાં અસર દેખાય છે પણ જોશ બટલર, જો રૂટ અને લિયામ લિવિંગસ્ટોન પાસે ઘણી આશાઓ છે. તો હેરી બ્રુક અને બેન ડકેટ યુવા પ્લેયર્સ પણ સારું પરફોર્મ કરી શકે છે.
- ન્યુઝીલેન્ડ પણ ટ્રેંટ બોલ્ટ અને ટિમ સાઉદીના સન્યાસ બાદ નવા ખિલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે. કેન વિલિયમસનને આ ટીમનું ટ્રમ્પકાર્ડ માનવામાં આવે છે. અને આશા રાખે છે કે તે ન્યુઝીલેન્ડને તેની પહેલી આઇસીસી ટ્રોફી જીતાડશે
8 ટીમ વચ્ચે કુલ 15 મેચ
- ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં કુલ 8 ટીમ ઉતરશે જેમની વચ્ચે 15 મેચ યોજાશે. આ 8 ટીમને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે.
- ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ A ગ્રૂપમાં છે.
- સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ B ગ્રૂપમાં સામેલ છે.
- દરેક ટીમ પોત પોતાના ગૃપમાં 3-3 મેચ રમશે અને દરેક ગ્રૂપની ટોપ 2 ટીમ સેમી ફાઇનલમાં ઉતરશે સેમી ફાઇનલની પહેલી મેચ દુબઈ અને બીજી લાહોરમાં રમાશે
ચેમ્પિયન્સ ટ્રોફીની આ તમામ 15 મેચ 4 અલગ અલગ જગ્યાઓ પર યોજાશે જેમાંથી 3 વેન્યુ પાકિસ્તાનના હશે અને એક વેન્યુ દુબઈ હશે. ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે. જો ઇન્ડિયન ટીમ ક્વોલિફાય કરે છે તો તે ફાઇનલ દુબઈમાં રમશે. ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ 9 માર્ચે લાહોરમાં યોજાશે.