પોલીસના ચુસ્ત બંદબસ્ત વચ્ચે દબાણો હટાવાયા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાના ચકમ5ર ગામે ગૌચરના સર્વે નંબર 683/પૈકી 1 તથા 571/પૈકી 1 માં દબાણદારોએ બાંઘકામ તેમજ ખેડવાણ લાયક દબાણો ઉભા કરવામાં આવ્યા હતા.
આ દબાણ દુર કરવાની કાર્યવાહી મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોરબી તાલુકા વિકાસ અધિકારી, ચીટનીશ તાલુકા વિકાસ અઘિકારી (દબાણ), જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ અઘિકારી તથા જિલ્લા પંચાયત કચેરી લીગલ એડવાઇઝર વગેરેની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ દબાણો હટાવવાની કાર્યવાહી અન્વયે ચકમ5ર ગામે દબાણદારોના પાકા મકાનો, વંડા તેમજ ખેડવાણ જમીન એમ આશરે રૂ. 6 કરોડ જેટલી કિંમતના કુલ 22 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.