ખાસ-ખબર દ્વારા પ્રસિદ્ધ કરાયેલો અહેવાલ
શાસનાધિકારી કિરીટ પરમારે કોર્પોરેશનની સ્કૂલોમાં ફાયર સાધનોના ખર્ચની દરખાસ્ત વગર ટેન્ડરે કરી નાખી
- Advertisement -
જયમિન ઠાકરે શિક્ષણ સમિતિની શાળાઓમાં ફાયર સાધનો મામલે ટેન્ડર કરવાનો આદેશ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા અને શાસનાધિકારી કિરીટ પરમારનો ગેરવહીવટી ફરી એકવખત ઉઘાડો પડ્યો છે. આ વખતે ખુદ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે શાસનાધિકારી પરમારને નિયમ મુજબ કામગીરી કરવા આદેશ આપ્યો છે.
- Advertisement -
અગ્નિકાંડ બાદ કોર્પોરેશને પોતાની શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે ચકાસણી હાથ ધરી યુદ્ધના ધોરણે ફાયર સેફ્ટીના સાધનોની ખરીદી કરવા માટે આંધાધુંધીમાં ટેન્ડર કર્યો વગર સ્ટેન્ડીંગમાં દરખાસ્ત રજુ કરતા સ્ટેન્ડીંગે ઇમરજન્સી હોવાથી દરખાસ્ત મંજુરતો કરી દીધી પરંતુ સ્ટે.ચેરમેને ડે.કમિશનરને વગર ટેન્ડરે દરખાસ્ત કરવા બદલ ઉધડો લઇ તુરંત ટેન્ડર પ્રસિદ્ધ કરવાના આદેશ કર્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં આગની દુર્ઘટના સર્જાયેલ જેની ગંભીરતા ધ્યાને લઈને સરકારની આ બાબતની ગાઈડલાઈન અનુસાર શાળા સંકુલોમાં ફાયરસેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની થાય છે જે વિગતો ધ્યાને લેતા જે પ્રાથમિક શાળાઓનું ક્ષેત્રફળ 500 ચો.મી કે તેથી વધુ હોય તેવી શાળાઓમાં ફાયરસેફ્ટીની સુવિધાઓ તાત્કાલીક ધોરણે ફીટીંગ કરાવી ઉપલબ્ધ કરવાની થાય છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની રક શાળઓ અને નગર શિક્ષણ સમિતિની કચેરી એમ મળી કુલ 27 બિલ્ડીંગનું સીટી એન્જીનીયર અને એસએસએ એન્જીનીયર દ્વારા સર્વેક્ષણ થયેલ હોય આ બિલ્ડીંગનું ક્ષેત્રફળ 500 ચો.મી. કે તેથી વધુ હોય (યાદી આ સાથે સામેલ છે) તે તમામમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ઈન્સ્ટોલ કરવી જરૂરી હોય સિસ્ટમ ઈન્સ્ટોલેશન માટે રૂ.45,09,783/- (અંદાજે રૂપિયા પિસ્તાળીસ લાખ નવ હજાર સાતસો ત્યાંસી પુરા) નો અંદાજે ખર્ચ થવાનો સંભવ છે તેમજ રા.મ.ન.પા. દ્વારા વર્ષ 2021-22 માં 9 મીટરથી વધુ ઉંચાઈવાળી 10 શાળાઓમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવેલ જેમાં અમુક સાધનો બંધ હાલતમાં હોય આ શાળાઓનું ફાયર સેફ્ટી ગઘઈ રિન્યુ થયેલ ન હોય સાધનો રિન્યુ કરવાનો અંદાજીત ખર્ચ રૂ.9 લાખ આસપાસ થનાર છે. આમ કુલ ખર્ચ રૂ.54,09,783/- (અંકે રૂપિયા ચોપન લાખ નવ હજાર સાતસો ત્યાંસી પુરા) જેટલો અંદાજીત ખર્ચ થવા શાસનાધિકારી દ્વારા અભિપ્રાય સહ.દરખાસ્ત રજુ કરવામાં આવેલ જે મંજુર કરવાની સુચના આપવામાં આવી હતી.