મૌલવીઓનાં પગાર-ભથ્થાં વધારા, મદરેસાનાં થાબડભાણા સામે મોદી સરકારનું બ્રહ્માસ્ત્ર
વિશ્ર્વ હિન્દુ પરિષદને જવાબદારી સોંપાશે, અમુક રાજ્યો દ્વારા મુસ્લિમોનાં સતત થાબડભાણા સામે મોદીનો માસ્ટર સ્ટ્રોક
- Advertisement -
તમામ ખર્ચ સરકાર ભોગવશે: હિન્દુ સંગઠનો ખુશખુશાલ
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકારના કુશળતા વિકાસ મંત્રાલય પુજારીઓ અને કર્મકાંડથી જોડાયેલા લોકોને શિક્ષણ કરીને સ્વરોજગાર સાથે જોડાવાની યોજના તૈયાર કરી છે. હવેના 18 મહિનામાં દેશભરમાં 1.72 લાખ પુજારીઓને ટ્રેનિંગ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ખાસ વાત તો એ છે કે, પહેલી વાર વિશ્વ હિંદુ પરિષદ જેવી ધઆર્મિક સંસ્થાઓએ પણ કેન્દ્ર સરકારને પ્રશિક્ષણ આપવાની યોજના સાથે જોડાઇ રહ્યા છે. આ સંસ્થાઓ પ્રશિક્ષણથી જોડાયેલી જરૂરિયાતોને પૂરી કરશે. તેમના માટે કેન્દ્ર સરકાર તેની ચૂકવણી કરશે. પુજારીઓના પ્રશિક્ષણ માટે દેશભરમાં રજિસ્ટ્રેશન શરૂ કરી દીધા છે.
કુશળતા વિકાસ મંત્રાલયના સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ, મધ્ય પ્રદેશમાં 2022, ગુજરાતમાં 632, છત્તીસગઢમાં 209 અને બિહારમાં 1400 લોકોનું રજીસ્ટ્રેશન થઇ ગયું છે. તમિલનાડુમાં સૌથી વધુ 56 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. દક્ષિણ ભારતમાં પુજારીઓની ટ્રેનિંગ માટેના કોર્ષની સમયમર્યાદા 6 મહિના નક્કી કરવામાં આવી છે, જયારે બીજી જગ્યાઓ પર 3થી 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેનું કારણ એ છે કે, પૂજાપાઠ, કર્મકાંડ જેવી વિધિમાં બોલવામાં આવનારા શ્ર્લોક અને મંત્રોના અંગ્રેજી તેમજ હિંદી ભાષાંતર પણ શીખવવામાં આવશે. જો કે હિંદી ભાષા બોલાતા વિસ્તારમાં હિંદી ભાષાંતર શીખવાની જરૂર પડતી નથી, જેના માટે આ વિસ્તારમાં આ કોર્સ 3 મહિના સુધી ચાલશે.
- Advertisement -
જયારે બીજી તરફ તમિલનાડુ, તેલંગણા સહિતના દક્ષિણના બીજા રાજ્યોમાં હિંદી ભાષાંતર શીખવા માટે 3 મહિનાથી વધારે સમય નક્કી કર્યો છે. આ પ્રશિક્ષણના વિષયોમાં ઓનલાઇન પૂજાનો પણ સમાવેશ થાય છે. જેના માટે એક અઠવાડિયાનો કોર્સ છે. મંત્રાલયનું કહેવું છે કે, આવનારા સમયમાં ઓનલાઇન પૂજા કરવાનું ચલણ ઝડપથી વધી રહ્યા છે, જેના માટે પુજારીઓને આ માટે પહેલેથી જ ટ્રેનિંગ આપવી જરૂરી છે. ટ્રેનિંગની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પુજારીઓના પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી એક સર્ટિફિકેટ આપવામાં આવશે. જેની સંપૂર્ણ જાણકારી કોમન વેબસાઇટ પર નોંધવામાં આવશે.
પદ્ધતિ મુજબ ટ્રેનિંગનો કોર્સ
– ગૃહપૂજા, લગ્ન, મુંડન, શ્રાદ્ધ જેવા સંસ્કારો માટે મંત્રી, પૂજા વિધિ અને તેમના ક્રમ
– પિતૃ પક્ષમાં તર્પણ જેવા કર્મકાંડ
– ગરૂડ પુરાણ અને સત્યનારાયણની કથાના વિધિવત પાઠ અને પૂજા
– જ્યોતિષ ગણના અને ગ્રહ – નક્ષત્રોના વિશેની સંપૂર્ણ જાણકારી
– રાજ્ય અને ક્ષેત્રના હિસાબથી સંસ્કારોનું પ્રશિક્ષણ