સોનાક્ષી અને ઝહીરના લગ્ન બાદ બંને એ પરિવાર અને મિત્રો માટે ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કર્યું હતું અને તેના ઘણા વીડિયો હાલ વાયરલ થઈ રહ્યા છે. પાર્ટીમાં અનિલ કપૂર, રેખા, રવિના ટંડન, કાજોલ સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.
પોતાના વેડિંગ ફંક્શનમાં સ્ટાર કપલ દુનિયાને અવગણીને એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. ઝહીરે તેની દુલ્હનનો હાથ પકડીને ખૂબ ડાન્સ કર્યો. ક્યારેક તે શાહરૂખ ખાન હોવાનો ઢોંગ કરીને જમીન પર બેસી ગયો તો ક્યારેક તેણે આફરીન-આફરીનની ધૂનને મેચ કરવાનો પ્રયાસ કર્યો. આ ભવ્ય રિસેપ્શનના સેલેબ્સના ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
- Advertisement -
View this post on Instagram
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે ગઇકાલે રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા છે અને આ પછી બોલિવૂડ સ્ટાઈલમાં તેમના મિત્રો અને સ્ટાર્સને ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપી હતી.
View this post on Instagram- Advertisement -
અત્યારે સોશિયલ મીડિયા પર ફક્ત સોનાક્ષી-ઝહીરના લગ્ન અને ખાસ કરીને રિસેપ્શન પાર્ટીની ચર્ચા ચાલી રહી છે. સાથે જ આ પાર્ટીમાં અનેક સ્ટાર્સે હાજરી આપી હતી જેના વિડિયા હાલ ઘણા વાયરલ થઈ રહ્યા છે.
રિસેપ્શન પાર્ટીમાં ન્યૂલી વેડ સોનાક્ષી સિન્હા સિંદૂર સાથે લાલ સાડી પહેરીને દેખાઈ હતી, જ્યારે ઝહીર ઓફ-વ્હાઈટ કુર્તામાં જોવા મળ્યો હતો.
View this post on Instagram
આ રિસેપ્શન પાર્ટીમાં અનિલ કપૂર, અજય દેવગન, ચંકી, રેખા, કાજોલ, સલમાન ખાન, હુમા કુરેશી અને તબ્બુ, અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે તેમજ રિચા ચઢ્ઢા અને અલી ફઝલ સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.
View this post on Instagram
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું આ ગ્રાન્ડ રિસેપ્શન શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ બાસ્ટનમાં રાખવામાં આવ્યું હતું. આ પહેલા બંનેએ રવિવારે બપોરે સોનાક્ષીના બાંદ્રા એપાર્ટમેન્ટમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા.
View this post on Instagram
સોનાક્ષી અને ઝહીરના રિસેપ્શનમાં અનિલ કપૂર ડાન્સ કરતો જોવા મળ્યો હતો, સાથે જ કાજોલે પણ ઢોલ પર ખૂબ જ ડાન્સ કર્યો હતો. સોનાક્ષી અને ઝહીરના આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
View this post on Instagram
View this post on Instagram
સોનાક્ષી સિન્હા-ઝહીર ઈકબાલના ગ્રાન્ડ રિસેપ્શનમાં સલમાન ખાનની બહેન અર્પિતા ખાન પણ પતિ આયુષ શર્મા સાથે પહોંચી હતી.
બધા સ્ટાર્સ વચ્ચે સલમાન ખાનની ધમાકેદાર એન્ટ્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જેના ઘણા વીડિયો વાય વાયરલ થઈ રહ્યા છે.