ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
શ્રાવણ મહિનો શરૂ થતાં જ તહેવારોની સીઝન પણ શરૂ થાય છે તેવામાં વર્ષ દરમિયાન ભાઈ અને બહેનનો એક માત્ર એવો તહેવાર છે જેમાં બહેન પોતાના ભાઈને હાથમાં રાખડી બાંધીને તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે જેની સામે ભાઈ પણ પોતાની બહેનની રક્ષા માટે જવાબદારી નિભાવવા કોલ આપે છે ત્યારે ભાઈ અને બહેનના આ પવિત્ર બંધનને રકશા બંધન તરીકે ઉજવાય છે મોટાભાગે દેશના લગભગ દરેક રાજ્યમાં રકહા બંધનનું મહત્વ છે
- Advertisement -
ત્યારે ખાસ કરીને ગુજરાતમાં રક્ષા બંધનનું અનેરું મહત્વ નજરે પડે છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં રક્ષા બંધનનો પર્વ ઉત્સાહભેર ઉજવાયો હતો જેમાં બહેનો દ્વારા પોતાના ભાઈને રાખડી બાંધી હતી. સાથોસાથ બ્રહ્મ સમાજ દ્વારા આ પર્વને બળેવ તરીકે માને છે અને તેઓ પોતાની ધરણ કરેલી પવિત્ર જનોઈને આજના દિવસે બદલે છે. જોકે વર્ષો પુર્વે જનોઈ બદલવાના ધાર્મિક કાર્યક્રમો સમુહિકમાં થતાં હતાં પરંતુ સંસ્કૃતિની સાથે હવે આ પ્રકારના કાર્યક્રમો પણ લુપ્ત થયા છે પરંતુ હજુય કેટલાક નગરોમાં આ પ્રકારે સામૂહિક જનોઈ બદલવાનો રિવાજ યથાવત જીવ મળે છે.