ખાસ-ખબર સંવાદદાતા
દીવ દ્વારા રાષ્ટ્રીય મનોદિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં સવારે 9 વાગ્યે એક રેલીને દીવના બંદર દીવના પોલીસ એસ. પી. મન્ની ભુષણસિંહ અને એડીશનલ ડિસટ્રીક્ટ મેજીસ્ટ્રેટ ડો. વિવેકકુમારે લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ રેલીમાં વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો, તેમના વાલીઓ, સંસ્થાના મેમ્બરો, સ્ટાફગણ, લીડીંગ સીટીઝન, દીવ કોલેજ એન.એસ.એસ. યુનિટના બાળકો, એન. સી. સી. યુનિટની બાળકીઓ બેન્ડ સાથે અને આમંત્રિતો જોડાયા હતા. દીવના વિવિધ માર્ગો ઉપર ફરી વાત્સલ્ય સંસ્થાના ગ્રાઉન્ડમાં રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દીવના પોલીસ એસ.પી.મન્ની ભુષણસિંહના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં એડીશનલ ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ ડો.વિવેકકુમાર, એસ.ડી.પી.ઓ. મનસ્વી જૈન, દીવ જીલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી અમૃતાબેન બામણીયા, દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ ઉપાધ્યક્ષ હરેશભાઈ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા.
આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત મેમ્બર રાજુભાઇ દવે અને આભારવિધિ મેમ્બર ડો. દીલીપ કાનજી દ્વારા અને પ્રાસંગિક પ્રવચન સંસ્થાના સેક્રેટરી ઉસ્માનભાઈ વોરા, કો-ઓર્ડીનેટર ઓફ સ્ટેટ નોડલ એજન્સી સેન્ટર, દમણ-દીવ ઓફ નેશનલ ટ્રસ્ટ, ન્યુ દીલ્હી (અંધજન મંડળ, અમદાવાદ)ના વનરાજસિંહ ચાવડા સાહેબ, ડો. વિવેકકુમાર અને મન્ની ભુષણસિંહ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો દ્વારા પ્રાર્થના અને એક્શન ગીત રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જમનાદાસ ઘેડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.