રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બાબુભાઇ વૈધ લાઇબ્રેરી ખાતે “આઝાદી કા અમ્રુત મહોત્સવ” અંતર્ગત રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ -૨૦૨૧ની ઉજવણી અંતર્ગત તા. ૧૭-૧૧-૨૦૨૧ના રોજ ચોથા દિવસે “બાળવાર્તા કથન” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના વક્તા રાજુભાઇ યાજ્ઞિક, રેણુબેન યાજ્ઞિક તથા પ્રેમલ યાજ્ઞિક હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત નાના બાળકો તથા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોનુ શબ્દોથી સ્વાગત લાઇબ્રેરીના લાઇબ્રેરીયન એન.એમ. આરદેશણાએ કર્યુ હતુ. જયારે ઉપસ્થિત મહેમાનોનુ પુસ્તક્થી સ્વાગત લાઇબ્રેરીના જુનિયર સહાયક ગ્રંથપાલ સુનિલ દેત્રોજા, મદદનીશ ગ્રંથપાલ તુપ્તીબેન પટેલ તથા સિનિયર ક્લાર્ક માનવેંદ્રસિહ જાડેજા દ્વારા કરવામાં આવેલ હતુ.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત બાળકો તથા તેમના વાલીઓને વક્તા રાજુભાઇ યાજ્ઞિકે શરૂઆતમાં રમેશ પારેખની “હુ ને ચંદુ વખારીયામા..” અને કુષ્ણ દવેની બાળ કવિતાથી બાળકોને આનંદ કરાવી દીધેલ. ત્યાર બાદ કિરીટ ગૌસ્વામીનુ બાળ ગીત “આ હાથીભાઇને તો મોજ…” અને મહિપતરામ જોશીના પોત્ર એવા કવિ જિગર જોશીનુ બાળ ગીત “ચાંદો એ સાચુક્લો ચાંદો નથી…” બાળ ગીત રજુ કર્યા હતા ત્યાર બાદ ગીજુભાઇ બધેકાની અનુવાદીત વાર્તા “અધેરી નગરી ને ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા તથા જર્મન વાર્તાની અનુવાદીત વાર્તા “બંશી વાળો” રજુ કરવામાં આવી હતી.
- Advertisement -
અંતમાં લાઈબ્રેરી તરફથી આ કાર્યક્રમમાં હાજર સૌ બાળકોને બિસ્કીટ તથા વેફર્સનો નાસ્તો આપવામાં આવેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા લાઇબ્રેરીના સ્ટાફ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવેલ.



