વેરાવળ પોદાર જંબો કિડ્સ દ્વારા મહાત્મા ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીજી જયંતિ એક અનોખી રીતે ઉજવવામાં આવી હતી.બાળકોએ ખાદીના કપડાં પહેરી સાથે વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રસંગને દીપાવ્યો હતો. દાંડી યાત્રાનું પુન: નિર્માણ કર્યું જેમાં મીઠાના કાયદાનો ભંગ કરવામાં આવ્યો તે કાર્યક્રમ આકર્ષણ કેન્દ્ર હતું.ગાંધીજીના જીવનનો આદર્શ દર્શાવતું બાપુકી વાટિકા દર્શાવવામાં આવ્યું કે, જ્યાં માટી અને ગારથી બનાવેલી કુટીર બનાવવામાં આવી હતી, જે બાપુના જીવનની સાદગી દર્શાવતું હતું.બાળકોએ ત્યાં તેમનો થોડો સમય શાંતિથી વિતાવ્યો હતો અને ગાંધીજીના ભજનોનું સ્મરણ કર્યું હતું. બાળકો ગાંધીજી પરના એક અનોખા કઠપૂતળી શો થી ખૂબ જ ઉત્સાહિત થયા હતા.
વેરાળવમાં ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજી જયંતિની ઉજવણી
Follow US
Find US on Social Medias