AAPના કાર્યકરોએ ફટાકડાં ફોડી એક બીજાના મોઢા મીઠા કર્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
ગુજરાતની કાળી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીનું પરિણામ જાહેર ચૂક્યું છે જેમાં કદી ખાતે ભાજપ અને વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય થયા હતા ત્યારે સામાન્ય પોલીસ કર્મચારીથી ધારાસભ્ય સુધીની સફર કરતા ગોપાલ ઇટાલિયાની જીત માટે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જશ્ન મનાવ્યો હતો જેમાં ધ્રાંગધ્રા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગ્રીન ચોક ખાતે એકઠા થઈ ફટાકડા ફોડી એક બીજાના મોઢા મીઠા કરાવ્યા હતા આ તરફ મૂળી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને તાલુકાના હોદેદારો દ્વારા મીઠા મીઠા કરવી ફટાકડા ફોડી વિસાવદરના ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બદલ શુભેચ્છા પાઠવી હતી.



