આવતીકાલે ક્રિસમસ છે ત્યારે ઈસુ ખ્રિસ્તના જન્મને યાદ કરવા માટે શહેરભરમાં નાતાલની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ક્રિસમસને વિશ્ર્વભરમાં ઉજવવામાં આવતા સૌથી મોટા તહેવારોમાંનો આ એક તહેવાર છે. રાજકોટમાં ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા દરેક ચર્ચ રોશનીઓથી શણગારવામાં આવ્યા છે. આ સાથે ઠેર-ઠેર જગ્યાઓ પર ક્રિસમસને લઈને રોશનીઓ કરવામાં આવી છે તો ક્યાંક શાન્તાક્લોઝનો પહેરવેશ પહેરીને બાળકોને આનંદ કરાવતા જોવા મળશે. શહેરમાં અનેક જગ્યાઓ પર ક્રિસમસની ઉજવણીને લઈને ખ્રિસ્તીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
શાન્તાક્લોઝના ડ્રેસ પણ માર્ગો પર વહેંચવામાં આવી રહ્યા છે. આવતીકાલે ખ્રિસ્તી સમુદાય દ્વારા ક્રિસમસની શાનદાર ઉજવણી કરવામાં આવશે. શહેરભરમાં રોશની અને શાન્તા ક્લોઝ જોવા મળશે. ચર્ચમાં ખ્રિસ્તીઓ સાથે મળીને ઈસુ ભગવાનને યાદ કરી પ્રાર્થના કરશે. આજથી જ શહેરના દરેક ચર્ચમાં અને ઠેકઠેકાણે ક્રિસમસની ઉજવણીનો ઝગમગાટ શહેરભરમાં જોવા મળી રહ્યો છે.



