ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સી.સી.ડી.સી. મારફત જુદી જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ સચોટ રીતે જુદાં-જુદાં વિષયોનાં તજજ્ઞો મારફત આપવામાં આવે છે. દેશભરમાં સી.સી.ડી.સી. પ્રકારનું સરકારી નોકરી અપાવતું કેન્દ્ર એક માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2006 થી ચાલે છે અને ’નેક’ મારફત દેશભરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેસ્ટ પ્રેક્ટીસ તરીકે આઈડેન્ટીફાઈડ કરાયેલ છે.
- Advertisement -
સી.સી.ડી.સી.નાં તજજ્ઞોની સચોટ તાલીમનાં કારણે 4000 થી વધુ છાત્રોને સરકારી નોકરીનું સ્વપન સાકાર થયું છે. સીસીડીસીના તાલીમ વર્ગોમાં દરરોજ સીલેકટેડ ટોપીક ઉપર માર્ગદર્શન, સ્વચકાસણી સ્વરૂપ એમ.સી.કયુ. પરીક્ષા, જ્ઞાનના સાગર રૂપી ઈનહાઉસ લાયબ્રેરી તથા પરીક્ષામાં સફળતા મેળવે તે પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. હાલ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની (ઙજઈં) તથા પોલીસ કોન્સ્ટેબલની 12472 જગ્યાઓની ભરતી કરવામાં આવનાર છે.
આ માટે ભરતીની જાહેરાતના અનુસંધાને પરીક્ષાની પૂર્વ તૈયારી માટે પ્રાથમિક તબક્કાના કોચીંગવર્ગ સી.સી.ડી.સી., સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. 07-12-2024 ને શનિવારથી સી.સી.ડી.સી. ખાતે પ્રાથમિક પરીક્ષાના તાલીમવર્ગોનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રાથમિક પરીશાના તાલીમવર્ગના અભ્યાસક્રમમાં સિલેક્ટેડ વિષયોની જ સઘન તાલીમ આપવામાં આવનાર છે.
આ તાલીમવર્ગમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારો તા. 05-12- ર024 સુધીમાં ગ્રાઉન્ડ ફલોર, સીસીડીસી બિલ્ડીંગ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું ઓનલાઈન ભરેલ ફોર્મની ઝેરોક્ષ, આઈ.ડી. પ્રુફ, છેલ્લી માર્કશીટ અને સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ સાથે લાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન ફોર્મ ભરી કેમ્પસ પરની બેંકના વકીંગ દિવસોમાં જ રજિસ્ટ્રેશન ફી ભરી શકાશે.