ઓનલાઇન મંગાવેલ સામાન ખોલતા પહેલા થઇ જાવ સાવધાન, નહીં તો જીવ મુકાઈ શકે છે જોખમમાં; બેંગ્લુરુમાં પાર્સલ ખોલતા નિકળ્યો જીવતો કોબ્રા
ઓનલાઇન શોપિંગ કરીને મોટાભાગના લોકો છેતરાતા હોય છે. તેમના પાર્સલમાંથી મંગાવ્યો હોય તે સામાન નહીં પરંતુ કંઈક અલગ જ નીકળતું હોય છે. આવી જ એક ઘટના હાલમાં બેંગલુરુમાં એક ગ્રાહક સાથે બની હતી, તેના પાર્સલમાંથી એક જીવતો કોબ્રા નિકળ્યો હતો. જાણો તે પછી શું થયું…
બેંગલુરુમાં એક દંપતીએ ઓનલાઇન શોપિંગ થકી Xbox કંટ્રોલર મંગાવ્યું હતું. જો કે એમેઝોન દ્વારા તેમને જે પાર્સલ મોકલવામાં આવ્યું તેમાંથી પેકેટમાં જીવતો કોબ્રા સાપ નીકળ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાર્સલના બોક્સમાં એક સાપ છે. ગ્રાહકની ફરિયાદ પર કંપનીએ માફી પણ માંગી હતી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર પવન વેગે વાયરલ થઇ રહ્યો છે.
- Advertisement -
આ ઘટનાનો વીડિયો શેર કરતી વખતે દંપતીએ જણાવ્યુ હતું કે, ‘જ્યારે તેમણે આ ઘટના વિશે એમેઝોન કસ્ટમર કેર સાથે વાત કરી તો તેમને બે કલાક હોલ્ડ પર રાખી દીધા હતા. ફરિયાદ પર એમેઝોને પોતાની ભૂલ સ્વીકારી હતી.’ કંપનીના કસ્ટમર કેરે લખ્યું કે, ‘અમેઝોન ઓર્ડરથી તમને થયેલી અસુવિધા વિશે સાંભળીને અમે દિલગીર છીએ. અમે ઇચ્છીએ છીએ કે તેની તપાસ કરવામાં આવે. કૃપા કરીને શક્ય તેટલી વહેલી તકે અમને જરૂરી વસ્તુઓ મોકલો. અને અમારી ટીમ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે.’