કિટી ક્લબ ઓફ સૌરાષ્ટ્ર દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમવાર
બિલાડી પાળનારને નિષ્ણાતો માર્ગદર્શન આપશે સાથે વિવિધ પ્રજાતિની બિલાડી પણ જોવા મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કિટી ક્લબ ઓફ સૌરાષ્ટ્ર દ્વારા તારીખ 24 ને રવિવારે બપોરે 3 થી 7 રેસકોર્ષ બાલભવન ના હોલમાં સૌરાષ્ટ્રમાં પ્રથમવાર બિલાડી માટે સાર સંભાળ નો એક સેમીનાર યોજવામાં આવેલ છે. આ સેમિનારમાં બિલાડી પાળનારને તથા કેટ લવર્સને તેના ખોરાક, ટ્રેનિંગ, સાર સંભાળ, સાથે મેડિકલ ટ્રીટમેન્ટ વિશે જાણકારી અપાશે. આ સેમિનારમાં ડો .ચિરાગ દવે (અમદાવાદ) અને ડોક્ટર જેનીશ ઉકાણી કેટ માલિકોને તલસ્પર્શી માર્ગદર્શન આપશે. આ સેમિનારનું વિશેષ આકર્ષણમાં પર્શિયન, બેંગાલ, ઇન્ડિયન કેટ, હિમાલયા કેટ જેવી વિવિધ પ્રજાતિની બિલાડી જોવા મળશે.
કાર્યક્રમમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત હોવાથી દરેક કેટ માલિકોએ 98249 07431 ઉપર રજીસ્ટ્રેશન કરાવું જરૂરી છે . રજીસ્ટ્રેશન માટે કોઈ ફી રાખેલ નથી.
સમગ્ર આયોજન ની વિગત આપતા સંસ્થાના ચેરમેન અરુણ દવે જણાવેલ છે કે લોકોમાં પ્રાણીઓ પ્રત્યે કરુણા, પ્રેમ, અને હુક ની લાગણી જન્મે તેવા હેતુથી આ આયોજન કરેલ છે, જેમાં શહેરના તમામ પશુ, પક્ષી, પ્રેમી જોડાય તેવો અનુરોધ છે.
કાર્યક્રમને સફળ બનાવવા ડો. અરવિંદ ગડારા, રણજીત ડોડીયા, ઉત્તમ ભંડેરી, પ્રશાંત જાદવ, નીલ ડોડીયા, મયુર વોરા સહિતના કમિટી મેમ્બર સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે