સમાજ શ્રેષ્ઠીઓથી રાસોત્સવ દીપી ઉઠ્યો; નાના બાળકથી માંડી વડીલો હોંશભેર રાસે રમ્યા; લાખેણા ઇનામોથી વિજેતાઓને નવાજયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સમાજને એક તાંતણે બાંધવાના બુલંદ ઇરાદા સાથે સતત બીજા વર્ષે હંમેશા જ્ઞાતિને કંઇક અનોખુ આપતા શ્રી મોઢ વણિક મહાજન રાજકોટ દ્વારા નવનિર્મિત ન્યારી ડેમ રોડ ખાતે આવેલ ઞટખઈ પાર્ટી લોન્સ ખાતે ગત રવિવારના રોજ જાજરમાન અને ભવ્ય ‘વેલકમ નવરાત્રિ મહોત્સવ’નું આયોજન કરાયું હતું. શ્રી મોઢ વણિક મહાજન રાજકોટ માં જગદંબા તેમજ મોઢેશ્વરી માતાજીની આરતી આરાધનાથી આ દ્વિતીય જાજરમાન રાસોત્સવમાં નાના ભૂલકા થી માંડી વડીલો મન મૂકી ગરબે ઘૂમ્યા હતા. આયોજકો પણ પોતાની લાગણી કાબુમાં રાખી શક્યા ન હતા અને સાઉન્ડ ઓરકેસ્ટ્રાના સથવારે રાસે રમ્યા હતા, અલગ અલગ ચાર ગ્રુપમા વિજેતા બનેલા 70 થી વધુ ખેલૈયાઓને ઇનામોથી નવાજવામાં આવેલ હતા તથા તમામ ભાગ લેનાર 200થી વધુ બાળરાજાઓને સ્યોર ગિફ્ટ આપી પુરસ્કૃત કરાયા હતા.
શ્રી મોઢ વણિક મહાજન રાજકોટ દ્વારા આ વર્ષે વેલકમ નવરાત્રી મહોત્સવનું આયોજન ન્યારી રોડ ખાતે મહાજન દ્વારા નવનિર્મિત અને હમણાં જ તાજેતરમાં જેનુ ઉદઘાટન કરવામાં આવેલ હતું તેવા ઞટખઈ પાર્ટી લોન્સના લીલાછમ નયનરમ્ય ગ્રાઉન્ડમા શાહી રાસોત્સવનુ ન ભૂતો ન ભવિષ્યતિ આયોજન કરવામાં આવેલ હતું, જ્ઞાતિજનોમાં સ્વયંભૂ થનગનાત જોવા મળતો હતો, સદભાવ સાથે કરવામાં આવેલ કોઈ કાર્ય મા વિઘ્ન આવતું નથી તેમ વરસાદ ની આગાહી હોવા છતા મેઘરાજા એ રવિવારે વિરામ લીધો હતો.
સતત ત્રણ કલાક સુઘી હજારોની સંખ્યામાં મોઢ વણિક જ્ઞાતિજનો ગરબે ઘૂમ્યા હતા, ચારથી પાંચ વર્ષના નાના ભૂલકાથી માંડી 60 વર્ષથી વધુના વડીલોના દિલો દિમાગમાં જોરદાર ઉત્સાહ માત્ર હાથ પૂરતો મર્યાદિત ન રહેતા મેદાન પર ઉતરી આવ્યો હતો અને તમામ લોકો સાજીંદા અને સાઉન્ડના સથવારે થિરકવા લાગ્યા હતા આયોજકોની સાથે સમાજ શ્રેષ્ઠીઓ પણ હોંશભેર નાચી ઉઠ્યા હતા અને જ્ઞાતિજનો ના મુખે એકજ વાત હતી કે આવા અલૌકિક પારિવારીક માહોલ મા પ્રતિવર્ષ નવ દિવસનું આયોજન થવુ જોઇએ, ખેલૈયાઓ ઇનામની લાલચ વિના માત્રને માત્ર પોતાની મોજ માટે રમી રહ્યા હતા.
નવરાત્રી મહોત્સવમાં રાજકોટના અનેક જ્ઞાતિ અગ્રણીઑની પ્રેરક ઉપસ્થિતિ રહેલ જેમાં વોઇસ ઓફ ડે પરિવારના એમ.ડી.કૃણાલભાઇ મણિયાર તથા મીરાબેન મણિયાર, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ભાવનગરથી ખાસ પધારેલ ગુજરાત ભાજપ અગ્રણી અમોહભાઈ શાહ, યશભાઈ રાઠોડ, હિતેશભાઇ અંબાણી, ઉમેશભાઈ શેઠ, ભરતભાઈ પારેખ, કિર્તીભાઇ મહેતા, ડો.અતુલભાઈ રાઠોડ, કીરીટભાઇ બખાઈ, કીરીટભાઇ પટેલ,અરવિંદભાઈ શાહ,અશોકભાઇ ભાડલિયા, સાગર ભાદલિયા, સૌરભ ભાડલિયા, યશભાઈ બખાઈ, સાગરભાઈ પટેલ, અમિતભાઇ પટેલ, અજયભાઈ ગઢીયા, કૌશિકભાઈ કલ્યાણી, દિપુભાઈ શાહ, આશિષભાઈ પટેલ, વિમલભાઈ કલ્યાણી,હેમલભાઈ મોદી, ગીતાબેન તેમજ અશ્વિનભાઈ પટેલ, ડો.દીપકભાઈ પારેખ, કષ્યપભાઇ પટેલ, શૈલેષભાઈ શાહ, હરેનભાઈ મહેતા, નીરજભાઈ મહેતા, તુષારભાઈ પટેલ, વિપુલભાઈ બખાઈ જીતુભાઈ વોરા, જયસુખભાઇ વોરા, કેતન મેસ્વાની, મિલન વોરા, જીરેન છાપીયા, સુકેતુભાઈ વજરિયા સહિતના અસંખ્ય જ્ઞાતિ અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી રહેલ તદુપરાંત મહોત્સવ અંતર્ગત વિજેતા પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ પ્રિન્સ-પ્રિન્સેસ, બેસ્ટ કપલ, સહિત અનેક વિજેતાઓને આકર્ષક ગિફ્ટ નાં સ્પોન્સર્સ દીપક રેડીમેઇડ હાઉસ, છાપીયા એસોશીએટ્સ, વિકાસ સ્ટવ કુકવેર, શ્રીજી ઈલેકટ્રોવિઝન, શેઠ ટ્રેડર્સ કાં, સુનિલભાઈ વોરા, માતંગી જ્વેલર્સ, નિશિત ટ્રેડર્સ, ઇલેશભાઈ પારેખ, બિહારીભાઈ વોરા પરિવાર,ધર્મેશ વોરા,અંબાણી ફોનના હિતેશભાઇ અંબાણી, યુ ટર્ન ઓપ્ટિકના ઉમેશભાઈ શેઠ, વોઇસ ઓફ ડે પરિવાર દ્વારા આપવામાં આવેલઆ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે મોઢવણિક મહાજન રાજકોટનાં પ્રમુખ ભાગ્યેશ વોરા, મેને. ટ્રસ્ટી કીરેન છાપીયા તેમજ નવરાત્રી મહોત્સવના પ્રભારી ટ્રસ્ટી કેતન પારેખનાં રાહબરીમાં ટ્રસ્ટીઓ સુનિલ વોરા, અશ્વિન વડોદરિયા, નીતિન વોરા, જગદીશ વડોદરિયા, સંજય મણિયાર, ઈલેશ પારેખ, ધર્મેશ વોરા તેમજ પ્રોજેક્ટ ઇન્ચાર્જ પિયુષ પટેલ, અતુલભાઈ વોરા તેમજ વેલકમ નવરાત્રી મહોત્સવની પ્રોજેક્ટ ટીમનાં કમિટી મેમ્બર્સ સર્વે નીતિન મણીઆર, દિપક કલ્યાણી, ડો. કમલેશ પારેખ, કેતન વોરા, જયેન્દ્રભાઈ મહેતા, ધીરૂભાઈ મહેતા, અતુલ પારેખ, ભાવિક મહેતા, છાયા વજરીયા, મીરા મહેતા, ક્રિષ્ના મણિયાર, સુનિલ બખાઈ, સંજય મહેતા, સાવન ભાડલીયા, સંદીપ પટેલ, મુકેશ પારેખ, યોગેશ પારેખ, નીતા પારેખ, યતિન ધ્રાફાણી, રાજદીપ શાહ, જીગ્નેશ મેસ્વાણી, કાકુભાઈ મહેતા, વિહાન વોરા સહિતનાઑ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. તેમ અંત માં શ્રી મોઢવણિક મહાજન રાજકોટનાં મેનેજર સુરેશ રાજપુરોહિતની યાદી
જણાવે છે.