ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.4
વર્ષ 2022 માં રશિયા ગયેલો યુવાન આર્મીમાં જોડાયા બાદ યુક્રેન સામે કર્યું હતું સરેન્ડર યુકેન આર્મીના વિડીયો બાદ પરિવારે દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કરતા આજે હતી સુનાવણી.
મોરબીના કાલિકા પ્લોટનો રહેવાસી સાહિલ માજોઠી નામનો યુવાન રશિયન આર્મી વતી લડતા યુક્રેન સામે સરેન્ડર કર્યું હતું જેનો વિડીયો યુક્રેન આર્મીએ વાયરલ કર્યા બાદ મામલો પ્રકાશમાં આવ્યો હતો અને પરિવારે પોતાનો પુત્ર પરત લાવવા માટે દિલ્હી હાઈકોર્ટનું શરણું લીધું હતું આજે દિલ્હી હાઈકોર્ટમાં કેસની મુદત હોવાથી દલીલો રજુ થઇ હતી.
- Advertisement -
મોરબીનો સાહિલ માજોઠી વર્ષ 2022 માં રશિયા અભ્યાસ અને નોકરી માટે ગયો હતો જ્યાં કુરિયર કંપનીમાં નોકરી કરતા તેને ડ્રગ્સ કેસમાં ફસાવી દઈને રશિયન આર્મી જોઇન કરવા ફરજ પાડવામાં આવી હતી તેવો પરિવારે આક્ષેપ કર્યો હતો રશિયન આર્મી વતી યુક્રેન સામે લડતા યુવાને યુક્રેન સામે સરેન્ડર કરી દીધું હતું અને યુક્રેનિયન આર્મીએ વિડીયો વાયરલ કર્યો હતો જેથી પરિવાર ચિંતામાં મુકાયો હતો પુત્રને પરત લાવવા માટે માતાએ સરકાર સમક્ષ રજુઆ કરી હતી તેમજ દિલ્હી હાઈકોર્ટમાં એડવોકેટ દીપા જોસેફ અને રોબીન રાજુ મારફત કેસ દાખલ કર્યો હતો જે કેસની આજે મુદત હોવાથી એડવોકેટે દલીલો રજુ કરી હત અને સમગ્ર વિગતો કોર્ટ સમક્ષ રજુ કરી હતી



