આરટીઆઇ એક્ટિવિસ્ટની હત્યાના કાવતરાનો પર્દાફાશ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
કેશોદ તાલુકાના શેરગઢના આરટીઆઇ કાર્યકરત પ્રવિણભાઇ ઉર્ફે બોબી નારણભાઇ વાળા (ઉ.વ.43)ને શેરગઢના સરપંચ મહિતસિંહ ઉર્ફે મોહન નારણ દયાતર સાથે અગાઉ માથાકુટ થઇ હતી. આ મામલે પ્રવિણભાઇ અને તેના પત્નીએ સરપંચ સામે ફરિયાદ કરી હતી. જેના મદુ:ખના કારણે ગત તા.15ના સરપંચ મોહિત ઉર્ફે મોહન દયાતરે પ્રવિણભાઇને જૂનાગઢ જિલ્લાપંચાયત ગ્રાઉન્ડમાં મારી નાખવા ધમકીઆપી હતી. બાદમાં મેંદરડા તાલુકાના ખીજડીયા નજીતક કારની ઠોકર મારી પ્રવિણભાઇની હત્યાનો પ્રયાસકર્યો હતો. આ અંગે સરપંચ સામે હત્યાના પ્રયાસ અને એટ્રોસીટીની કલમ મુજબ ગુનો દાખલ થયો હતો.
જૂનાગઢ એલસીબીએ બાતમીના આધારે શેરગઢના સરપંચ મોહિત ઉર્ફે મોહન દયાતરને ઝાંઝરડા ચોકડી નજીકથી પકડી લઇ પૂછપરછ કરતા તેણે પ્રથમ તો પોતે જિલ્લા પંચાયત ખાતે હાજર હોવાનું રટણ કર્યુ હતુ. જેમાં શંકા જતા એલસીબીએ ટેકનીકલ સ્ત્રોતથી તપાસ કરતા સરપંચ મોહિત દાયતર પડી ભાંગ્યો હતો અને પોપટ બન્યો હતો તેણે પોલીસ સમક્ષ કબુલાત આપતા જણાવ્યુ હતુ કે પ્રવિણભાઇનો પીછો કરતો હતો અને અન્ય શખ્સને મેસેજ કરતો હતો તેણે સફેદ કલરની ઇકો કાર માળીયા હાટીનાની હતી કારના ચાલક હારશીરફીકબીન જાહિદબિનને તેનો મિત્ર મહિપત લખમણ સીસોદીયા પ્રવિણભાઇનું લોકેશન મોકલતો હતો. મહિપતસિંહ સીસોદીયાની તપાસ કરતા તે રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં આર્મી હેડકવાર્ટરમાં ફરજ બજાવતો હોવાનું ખુલ્યુ હતુ.
પોલીસે શેરગઢના સરપંચ મોહિતસિંહ ઉર્ફે મોહન નારણ દયાતર અને કારચલક રફીકબીન જહિદબીન હરસીની ધરપકડ કરી છે જયારે સરપંચના ભાઇ મહિતસિંહ ફરજ અરર્મીમાં બજવતા મિત્ર મહિતસિંહ લખમણભાઇ સીસોદીયાની ષડયંત્રમાં સંડોવણી ખુલતા તેને પકડવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે બે મોટર કાર 23 હજાર રોકડ અને બે મોબાઇલ કબ્જેકરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.