વિશાખાપટ્ટનમના ડૉ.વાયએસ રાજશેખર સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવી છે.
વિશાખાપટ્ટનમના ડૉ.વાયએસ રાજશેખર સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવી છે. ભારતે કાંગારું ટીમને 2 વિકેટે હરાવ્યું હતું. ભારત તરફથી ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિગ કરી હતી અને ફિફ્ટી ફટકારી હતી. સુર્યકુમાર યાદવે ધમાકેદાર બેટિંગ કરતા 42 બોલમાં 80 રન ફટકાર્યા હતા. જેમાં 9 ફોર અને 4 સિક્સરનો સમાવેશ થાય છે. ઈશાન કિશને 39 બોલમાં 58 રન ફટકાર્યા હતા. જેમાં 2 ફોર અને 5 ગગનચુંબી સિક્સર ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે 21 રનનું યોગદાન આપ્યું હતું. ગાયકવાડને આજે ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. તિલક વર્મા 12 રને આઉટ થયો હતો. રિંકુ સિંહે 14 બોલમાં 22 રન ફટકારી રોમાંચક મેચમાં ભારતને જીત અપાવી હતી. અક્ષર પટેલ 2 રન, રવિ બિશ્નોઈ 0 રન, અર્પિત સિંહ 0 રને રન આઉટ થયો હતો.
- Advertisement -
1ST T20I. India Won by 2 Wicket(s) https://t.co/T64UnGxiJU #INDvAUS @IDFCFIRSTBank
— BCCI (@BCCI) November 23, 2023
- Advertisement -
ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનનો લક્ષ્યાંક આપ્યો
વિશાખાપટ્ટનમના ડૉ.વાયએસ રાજશેખર સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા જોશ ઈંગ્લિસે માત્ર 50 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 110 રન બનાવ્યા હતા. આ સિવાય સ્ટીવ સ્મિથે 52 રન બનાવ્યા હતા. અંતે ટિમ ડેવિડ 13 બોલમાં 19 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 208 રન બનાવ્યા હતા. જ્યારે રવિ બિશ્નોઈ અને પ્રસિદ્ધ કૃષ્ણ ભારત માટે ખૂબ મોંઘા સાબિત થયા હતા. બંનેએ 50થી વધુ રન આપ્યા હતા. જ્યારે મુકેશ કુમારે છેલ્લી ઓવરમાં માત્ર પાંચ રન આપ્યા હતા.
Surya doing Surya things! 👌 👌
When SKY took on Jason Behrendorff & Sean Abbott 🎥 🔽 #TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @surya_14kumarhttps://t.co/VCZqNrx9lg
— BCCI (@BCCI) November 23, 2023
ભારતની પ્લેઈંગ ઈલેવન
રુતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણ.
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન
સ્ટીવ સ્મિથ, મેથ્યુ શોર્ટ, જોશ ઈંગ્લિસ, એરોન હાર્ડી, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર/કેપ્ટન), સીન એબોટ, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ અને તનવીર સંઘા.