જૂનાગઢ-ગીર સોમનાથ ભાજપનું ચિત્ર સ્પષ્ટ
જૂનાગઢમાં સંજય કોરડીયા, વિસાવદર હર્ષદ રીબડીયા, માણાવદર જવાહરભાઈ ચાવડા, કેશોદ દેવાભાઈ માલમ, માંગરોળ ભગવાનજી કરગઠિયા
- Advertisement -
ગીર-સોમનાથની 4 બેઠકનું ચિત્ર સ્પષ્ટ થયું, માનસિંહ પરમાર, તાલાળા ભગાભાઈ બારડ, કોડીનાર ડો.પ્રદ્યુમન વાજા, ઊના કે.સી.રાઠોડ
ખાસ-ખબર સંવાદદાતા
ભાજપે ઉમેદવારો નામ જાહેર થતા કહી ખુશી અને કહી ગમનો માહોલ. જૂનાગઢ – ગીર સોમનાથની 9 બેઠકનું ચિત્ર સ્પષ્ટ થયું જૂનાગઢ જિલ્લા ના પાંચ બેઠક નું ચિત્ર સ્પષ્ટ થતા અટકળોનો અંત આવ્યો હતો કેન્દ્ર ભાજપ પાર્લા મેન્ટ્રી બોર્ડે દ્વારા ઉમેદવારોના નામનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ની કુલ 9 બેઠક ના ઉમેદવારો જાહેર થતા જેમાં જૂનાગઢ મહાનગર માંથી સંજય કોરડીયા, વિસાવદર હર્ષદ રીબડીયા માણાવદર જવાહરભાઈ ચાવડા, કેશોદ દેવાભાઇ માલમ, માંગરોળ ભગવાનજી કરગઠીયા નામો જાહેર કરવામાં આવ્યા જયારે ગીર સોમનાથ જિલ્લાની ચાર બેઠકો માં સોમનાથ માનસિંહ પરમાર, તાલાળા ભગાભાઈ બારડ, કોડીનાર ડો. પ્રદ્યુમન વાજા, ઉના કે.સી.રાઠોડને ટિકિટ જાહેર કરવામાં આવી હતી.
જૂનાગઢ બેઠકની વાત કરીયે તો સંજય કોરડીયાને પ્રથમ વખત ટિકિટ આપી છે જોકે આ પહેલા માણાવદર બેઠક પરથી એક વાર હારી ચુક્યા છે જ્યારે માણાવદર બેઠકના જવાહરભાઈ ચાવડાને ફરી રિપીટ કરવામાં આવતા કાર્યકરોમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો જયારે કેશોદ માંથી રાજ્ય મંત્રી રહેલા દેવાભાઇ માલમને ફરી રિપીટ કરવામાં આવ્યા તેમજ માંગરોળ બેઠક પરથી અગાઉ ધારાસભ્ય રહી ચૂકેલ ભગવાનજી કરગઠીયાને ફરી ટિકિટ આપવામાં આવી છે જયારે થોડા દિવસો અગાઉ કોંગ્રેસ છોડી ભાજપ માં જોડાતા હર્ષદ રીબડીયાને ટિકિટ આપી છે આજ રીતે સોમનાથ બેઠક પરથી પ્રથમ વખત માનસિંહ પરમારને ટિકિટ આપી છે જયારે તાલાળા બેઠક પર કોંગ્રેસ ને છોડી ભાજપ માં જોડાતા ભગાભાઇ બારડને ટિકિટ આપી અને કોડીનાર ડો.પ્રધુમન વાજા ને ટિકિટ આપી જયારે ઉના બેઠક પર પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડને ટિકિટ ફાળવી છે ત્યારે બંને જિલ્લામાં ટિકિટ વહેચણી બાબતે અટકળો નો અંત આવ્યો હતો.
- Advertisement -
જૂનાગઢમાં રઘુવંશી અને બ્રહ્મસમાજની બાદબાકી
જૂનાગઢ મહાનગર માં 40 જેટલા ઉમેદવારો એ ટિકિટ માંગી હતી જેમાં બ્રહ્મસમાજ અને રઘુવંશી સમાજ ની પ્રમુખ દાવેદારી જોવા મળી હતી જોકે જિલ્લા માં કડવા પાટીદારને પ્રભુત્વ આપવા અંતે સંજય કોરડીયા ને ટિકિટ ફાળવી દેવામાં આવી હતી સંજય કોરડીયા મહાનગર ભાજપ પૂર્વ પ્રમુખ અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યા છે.
સોમનાથ બેઠક પરથી પૂર્વ મંત્રી કપાયા
સોમનાથ બેઠક ઉપર માનસિંહ પરમાર ને ટિકિટ મળતા પૂર્વ મંત્રી જશાભાઇ બારડ ની બાદબાકી કરતા યુવા ચહેરા ને સ્થાન મળ્યું છે ગત વિધાનસભા ની ચૂંટણી માં જશાભાઇ કોંગ્રેસ ના વિમલ ચુડાસમા સામે હાર્યા હતા હવે આગામી દિવસો માં કોણ બાજી મારશે તે જોવાનું રહ્યું.
બંને પૂર્વમંત્રી રિપિટ કર્યા
જૂનાગઢ જિલ્લાના માણાવદર જવાહર ચાવડા મંત્રી રહી ચૂક્યા છે ત્યારે તેમને ફરીથી ટિકિટ અપાઈ છે. જ્યારે કેશોદ બેઠક પર મંત્રી દેવાભાઇ માલમને ટિકિટ અપાઈ છે. આમ બને મંત્રીને રિપીટ કર્યા.
કોંગ્રેસ ઉમદેવારનું લિસ્ટ અવઢવમાં
જૂનાગઢની પાંચ બેઠક માટે કોંગ્રેસ માત્ર માણાવદર અને કેશોદનાં ઉમદેવાર જાહેર કર્યા છે તેની સામે જૂનાગઢ માંગરોળ અને વિસાવદર બેઠકના ઉમેદવાર બાકી છે સાંજ સુધીમાં કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ થશે.