સ્વાર્થી, સ્વકેન્દ્રી જયમિને સ્વપ્રચારની સીમા વટાવી ડૉ. દર્શિતા શાહ જ્યારે જયમિનનાં વોર્ડમાં ગયા ત્યારનાં ફોટોગ્રાફ્સ જ જયમિને પોસ્ટ ન કર્યાં
ફેસબૂકમાં જયમિન ઠાકર લોકસંપર્કમાં ઢગલાબંધ ફોટોઝ મૂકે છે, તેમાંથી ઉમેદવાર ડૉ. દર્શિતા શાહનો એકપણ ફોટો હોતો નથી, બધાં ફોટોઝ પોતાનાં હોય છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર-2ના કોર્પોરેટર જયમિન ઠાકર પોતાનાં સ્વયંપ્રેમ માટે બદનામ છે. પોતાની પબ્લિસિટીની એકપણ તક છોડતાં નથી. બહુ ધમપછાડા પછી પણ વિધાનસભા-69ની ટિકિટ મેળવી નહીં શકનાર જયમિન ઠાકર હવે પ્રચારનાં પોતાનાં ફોટોગ્રાફ્સ ફેસબૂક પર પોસ્ટ કરી-કરીને પોતાની ખંજવાળ ભાંગી રહ્યાં છે. ઉમેદવાર ડૉ. દર્શિતા શાહે દરેક વોર્ડ દીઠ લોકસંપર્ક માટે દોઢ-દોઢ દિવસ ફાળવ્યો છે. આમાંથી એક આખો દિવસ વોર્ડ-2માં ફાળવ્યો હતો. તૈયારઅલી જયમિને આ દિવસનાં ડૉ. દર્શિતાનાં ફોટોગ્રાફ્સ પણ પોસ્ટ નથી કર્યા.
જયમિન ઠાકરની ફેસબૂક વૉલ તપાસો તો એવું લાગે જાણે જયમિન ઠાકર વિધાનસભા-69નાં ભાજપનાં ઉમેદવાર છે. ક્યાંક તેઓ ડોસીમાને પગે લાગી રહ્યાં છે તો ક્યાંક હાથ હલાવીને અભિવાદન ઝીલી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનની ચૂંટણીમાં પણ જયમિનની ટિકિટ કપાય તેવી પૂરેપૂરી શક્યતા હતી પરંતુ વડીલોનાં પૂણ્યનાં પ્રતાપે તેઓ ટિકિટ મેળવવામાં સફળ રહ્યાં હતાં.