રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગે તમામ DPEOને આદેશ આપ્યો
ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં સંપૂર્ણ પ્રક્રિયા ચકાસવા તમામ શાળાને આદેશ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં ગરીબ વર્ગનાં બાળકોને છઝઊ (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ ધો. 1થી 8માં નિ:શુલ્ક શિક્ષણ આપવાની યોજનાનો મહદંશે આર્થિક રીતે સક્ષમ વાલીઓ લાભ લઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ રાજ્યમાં આરટીઈ હેઠળ 4500થી વધુ બાળકોએ અગાઉ ધો. 1 ભણી ગયાં હોવા છતાં મફત શિક્ષણ મેળવવા બીજી વાર ગેરકાયદે પ્રવેશ લીધાનો ‘દિવ્ય ભાસ્કર’એ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ પર્દાફાશને પગલે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે ખાસ પરિપત્ર કરીને ગુજરાતના તમામ પ્રાથમિક જિલ્લા શિક્ષણધિકારીઓને છઝઊની સમગ્ર પ્રક્રિયાની ફેરતપાસ કરવા, તમામ પ્રવેશ અંગે તપાસ કરવા આદેશ આપ્યો છે.
ગત વર્ષે ધો. 1 ભણી ચૂકેલાં બાળકોના વાલીઓએ નામના સ્પેલિંગમાં નજીવો ફેરફાર કરીને અથવા જન્મ તારીખમાં એક-બે દિવસ આગળ-પાછળ કરીને ફોર્મ ભર્યું હતું, તેમાંથી ઘણાં બાળકોને બીજી વખત પ્રવેશ ફાળવાયો છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવનારાં બાળકોને 13 મે સુધીમાં ફાળવાયેલી શાળાઓમાં જઈને પ્રવેશ નિયત કરાવવા સૂચના અપાઈ હતી, જેમાં ગત વર્ષે ધો. 1માં અભ્યાસ કર્યો હોવા છતાં આ વર્ષે છઝઊ હેઠળ વાલીઓએ ફોર્મ ભરી પ્રવેશ મેળવ્યા અંગેનું ધ્યાનમાં આવ્યું છે. છઝઊની જોગવાઈ અનુસાર જે વિદ્યાર્થી ધો. 1 અથવા 2માં અભ્યાસ કરતો હોય તે વિદ્યાર્થી ફરી ધો. 1માં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવી શકશે નહીં.