- -પી.પી.પી.યોજના સામે પ્રચંડ રોષ
પી.પી.પી. યોજના અંતર્ગત ગરીબ અને મજૂર વર્ગને ઈરાદાપૂર્વક બેરોજગાર કરવામાં આવતા હોવાનો જય ભીમનગરના લોકોનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
નાના મોવા જય ભીમનગર પી.પી.પી. યોજના 2013 અંગે હાલ કરવામાં આવેલી નવા ટેન્ડરની પ્રક્રિયા રદ કરવા આજરોજ જય ભીમનગરના વિસ્તારવાસીઓ મનપા કમિશનરને રજૂઆત કરવા દોડી ગયા હતા અને આક્રોશ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
- Advertisement -
આ પી.પી.પી. યોજના અંગે રહેવાસીઓએ જણાવ્યું હતું કે આવાસ યોજના 2013નું અગાઉ સને 2014થી રજૂઆતો અને કોર્ટ કાર્યવાહી ચાલુ હોવા છતાં પી.પી.પી. યોજના 2013માં ગરીબ અને મજૂર વર્ગ અને શ્રમજીવી અનુ. જાતિના પછાત વર્ગના લોકોના ઘર તથા ધંધા રોજગારવાળી જગ્યા ઉપર ઈરાદાપૂર્વક પી.પી.પી. યોજના 2013 ભીમનગરના ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે જે મુળ ટેન્ડર પ્રક્રિયાને લાગુ કરાવી પોતાના માનીતા ભૂમાફીયા બિલ્ડરોને લાભ અપાવવાની ગુપ્ત સાજીશના ભાગરૂપે મુડીવાદી જમીન માફીયાઓએ આર્થિક લાભ અપાવવા ટેન્ડર પ્રક્રિયા અમલ કરાવતા હોય તેવું તા. 14-2-2023ના રાજકોટ મ્યુનિ. કોર્પો.ની સાઈટમાં જણાય આવે છે. આ પી.પી.પી. યોજના 2013 મહાનગરપાલિકા પાસે બીજી ખુલ્લી જગ્યા હોવા છતાં હાલની પી.પી.પી. યોજના 2013માં ગરીબ અને મજૂર વર્ગના અનુ. જાતિના શ્રમજીવી લોકોના ઘર તથા ધંધા રોજગાર વગરના કરવા આ જગ્યા ઉપર ઇરાદાપૂર્વક પી.પી.પી. યોજના 2013 જય ભીમનગરમાં સહમતિ વગર, જબરજસ્તી અમલ કરવામાં આવેલી છે અને એક ચોક્કસ અનુ. જાતિના લોકોની રહેઠાણની જમીન ઉપર અને લોકો ઘણા લાંબા સમયથી પીશ ફૂલ અને સેટલ પઝેશન ધરાવતા હોવા છતાં તેમજ રાજકોટના સિનિયર સિવિલ જજની કોર્ટ સમક્ષ સ્પે. સિવિલ એપ્લીકેશન નં. 239-2015થી દાવો પેન્ડીંગ અને અગમ્ય કારણોસર ફરીથી તે જ દાવો દી.કે. નં. 2219-2023થી ફરી ફાઈલે લેવા અરજ ગુજારવામાં આવેલી છે અને હાલ ન્યાય નિર્ણય માટે પેન્ડીંગ હોવા છતાં દાવો કોર્ટમાં સબ જ્યુડીશ હોય અને દિવાની દાવાના કામે ના. અદાલત દ્વારા તા. 11-10-2015ના રોજ ભીમનગરની સ્થળ સ્થિતિનું પંચનામુ કરવામાં આવેલું છે જેમાં રાજકોટ મ્યુનિ. કોર્પો.ના અધિકારી અને કલેકટર કચેરીના અધિકારી તેમજ અન્ય અધિકારી અને પંચોની રૂબરૂમાં આખા વિસ્તારની સ્થળ સ્થિતિ અને રોડ, રસ્તા અને નળ, લાઈટ, પાણી, વીજપોલ અને ટેલિફોન પોલ સહિતની તમામ સુવિધા સાથે જમીન ઉપર અરજદારોના કબજા ભોગવટાવાળા મકાનોની સ્થળ સ્થિતિ દર્શાવતું પંચનામુ કરવામાં આવેલું છે જેમાં ઉપરોક્ત તમામ પ્રાથમિક સુવિધાઓ સભર વિસ્તાર છે.
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન અને કલેકટર કચેરીના અધિકારીઓ સારી રીતે જાણે છે અને ના. અદાલતના ઉપરોક્ત દી. કે. નં. 239-2015ના કામે આંક 14-3થી રેકર્ડ ઉપર રજૂ છે છતાં પણ બદઈરાદાપૂર્વક હેરાનગતિ કરવામાં આવી રહી છે.તાજેતરમાં લોકસભાની ચૂંટણી નજીક હોય અને અમારા મકાનો બચાવવા અમારે ચૂંટણીનો સામુહિક બહિષ્કાર કરવાની ફરજ પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે અને અમારા રહેણાંક અને ધંધાની જગ્યામાં તાત્કાલિક હાલમાં કરવામાં આવી રહેલી રી-ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવે તો ગરીબ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડશે અને અનેક સમસ્યાઓ સર્જાશે તેમજ રાજકોટ શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં દબાણો અને કબજાઓવાળી સરકારી જમીનો આવેલી છે અને સરકારની જમીન અને રાજકોટ મ્યુનિ.ની જમીનોમાં અનામત પ્લોટમાં શરતફેર કરી, હેતુફેર કરી અને એસ.ઈ.ડબલ્યુ.એસ.ના પ્લોટો કે સામાજિક અને આર્થિક રીતે નબળા સમાજના લોકોને ફાળવવાની જમીન ઉપર અન્ય હેતુથી ટ્રાન્સફર કરી ફાળવી દેવામાં આવેલી છે અને અનેક સારા વિસ્તારોમાં યોજના નક્કી કર્યા બાદ સ્થાનિક લોકોની રજૂઆતો ધ્યાને લઈ ત્યાં કરવામાં આવેલી યોજના રદ-સ્થગીત કરવામાં આવેલી છે.
અને હાલ ગુજરાત સરકાર તમામ સમાજો ન્યાય મળે સુખ સુવિધા અને રોજગારી અને રહેણાંકની જમીન મળે તેવા અનેક પ્રયાસો કરી રહી છે ત્યાં આપ દ્વારા એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિરીતિ અપનાવવામાં આવી રહી છે. વિશેષમાં નામ. ગુજરાત હાઈકોર્ટના તા. 23-3-2016ના ચુકાદા અનુસાર ઝુંપડાવાસીઓને દબાણ દૂર કરવા મનાઈહુકમ કરવામાં આવેલી હોય જેથી વડા અદાલત દ્વારા ગુજરાત સરકારને પણ ટકોર કરવામાં આવતાં સેકશન અધિકારી મહેસુલ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પણ દરેક જિલ્લાને સૂચન થયેલ હોય તો આવા હુકમોનું પાલન કરવાની જવાબદારી અને કરાવવાની જવાબદારી જે-તે અધિકારીની છે. આમ અંતમાં ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરી નવી રી-ટેન્ડર પ્રક્રિયા રદ કરવા માંગ કરાઈ છે.