સ્થાનિક મીડિયા અનુસાર, ગોળીબાર નોર્થ યોર્કના લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં થયો હતો
અજાણ્યા હુમલાખોરને ઝડપવા પોલીસની તજવીજ
- Advertisement -
ગતરાત્રે લોરેન્સ હાઈટસ પર અંધાધુંધ ફાયરીંગ થતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને પાંચ લોકો ઘાયલ થયા હતા. હુમલાખોર ફાયરીંગ કરી નાસી છુટયો હતો તેની શોધખોળ પોલીસે શરૂ કરી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલે દાખલ કરાયા હતા.
“કાલે સાંજે લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં ગોળીબારના સમાચારથી હું વ્યથિત છું. મારી ઓફિસ ટોરોન્ટો પોલીસના સંપર્કમાં છે, જે હાલમાં ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે, અને સ્થાનિક કાઉન્સિલર ડેપ્યુટી મેયર માઇક કોલે,” ટોરોન્ટોના મેયર ઓલિવિયા ચાઉએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું.
- Advertisement -
ટોરન્ટો પોલીસ અને પેરામેડીકલ મુજબ મંગળવારે રાત્રે 8.30 વાગ્યે નોર્થ યોર્કથી થોડા અંતરે આવેલ લોરેન્સ હાઈટસ પર સામુહિક ફાયરીંગની ઘટના બની હતી. જેમાં એક શખ્સનું મોત થયું હતું અને પાંચ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને લઈને મેયર ઓલિવિયા ચાઉએ સોશિયલ મીડીયા એકસ પર પોસ્ટ શેર કરી લખ્યું હતું કે આ ફાયરીંગની ખબરથી પરેશાન છું. પોલીસ ઘટના સ્થળે મોજૂદ છે, મામલાની તપાસ થઈ રહી છે. પોલીસે હુમલાખોરની તલાશ શરૂ કરી દીધી છે.