માલવણથી નાવિયાણી અને ખારાઘોડાથી ફુલ્કી સુધી રોડ સાઈડ પર દબાણ કરનાર 150 જેટલા દબાણ કારોને ત્રીજી નોટિસ ફટકારવામાં આવી
પાટડીમા નગરપાલિકા અને રાજ્ય માર્ગ વિભાગ સુરેન્દ્રનગરની સંયુક્ત કાર્યવાહી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
ગુજરાત ભરમાં રોડ સાઈડ પર ખટકી દેવાયેલ દબાણ દૂર કરવામા આવી રહ્યા છે ત્યારે દસાડા તાલુકામાં પણ આર.એન્ડ.બી વિભાગ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં પાટડી નગરમાં પાટડી નગરપાલિકા અને આર.એન્ડ.બી. સુરેન્દ્રનગરની સંયુક્ત નોટિસ આપવામાં આવી છે ત્રીજી અને છેલ્લી નોટિસ આપી 14 તારીખ સુધીમાં દબાણ દૂર કરવા માટે લેખિતમા જણાવવામાં આવ્યું છે જો દબાણ દૂર નહીં કરે તો સરકાર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ પણ નોટિસમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે મહત્વની છે કે દબાણ કરતા હોય કેટલાક રાજકીય હોદ્દેદારો પણ સામેલ છે પાટડી નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ ભાડા પેટે દુકાનદારોએ અને ખાનગી કોમ્પ્લેક્ષના દુકાનદારોએ આડેધડ પરતાના શેડ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે તેમને પણ નોટિસ આપવામાં આવી છે ત્રીજી અને છેલ્લી નોટિસ આપવા છતાં હજુ સુધી દબાણ હટાવવામાં આવ્યું નથી વિભાગ દ્વારા ચિન્હ પણ લગાવી દેવામાં આવ્યા છે અને 14 તારીખ બાદ પોલીસ બંદોબત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
પાકા – કાચા મકાન, દિવાલ અને પતરાના શેડનું દબાણ દૂર કરાશે
રોડ સાઈડમા દબાણ કરનાર કાચા,પાકા મકાન,દિવાલ,પતરાના શેડ હટાવવા પાટડી નગરમાં નગરપાલિકા સુરેન્દ્રનગર સ્ટેટ હાઈવે વિભાગ દ્વારા સંયુક્ત કામગીરીમા કરવામાં આવનાર છે
- Advertisement -
દબાણ દૂર કરાતા રોડ પર વાહન પાર્કિંગની સમસ્યા હળવી થશે
ખારાઘોડા રોડ પર બાઈક સહિતના વાહન પાર્કિંગ કરી દેતા ટ્રાફિકની સમસ્યા થતી હોય છે રોડ સાઈડ પરથી દબાણ દૂર કરવામાં આવે છે તો પાર્કિંગ માટે જગ્યામાં વધારો થતા રોડ પર પાર્કિંગ કરવાની જરૂરિયાત નહીં રહે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે