પાટીદાર સમાજ સૌને સાથે લઇ ચાલનારો સમાજ છે : જીતુભાઈ વાઘાણી
- ખોડલધામ ખાતે જીતુભાઈ વાઘાણીની ૧૦૦ કિલો રજતતુલા તથા મંદિરમાં ધ્વજારોહણ કર્યું.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં તમામ મંત્રી ઓ દ્વારા જન આશીર્વાદ યાત્રાના આયોજનના ભાગરૂપે રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા રાજકોટ જીલ્લામાં કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની જનઆશીર્વાદ યાત્રા રાજકોટ જીલ્લાના કુવાડવા, પારડી, વીરપુર, ખોડલધામ,કાગવડ, જેતપુર શહેર, ગોંડલ શહેર, કોટડાસાંગાણી, અને શાપર(વેરાવળ) જેવા વિસ્તારમાં ગઈ હતી. - આ જનઆશીર્વાદ યાત્રાના પ્રથમ પ્રવાસમાં જીતુભાઈ વાઘાણીએ ખોડલધામ મંદિરના દર્શનાર્થે પધાર્યા હતા. ખોડલધામ મંદિરમાં શીષ ઝુકાવીને માં ખોડલના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેઓએ માં ખોડલધામ મંદિરમાં ધ્વજાનું પૂજન અર્ચન કરી ધ્વજારોહણ કર્યું હતું. ત્યારબાદ ખોડલધામ મંદિર રંગમંચ ખાતે જીતુભાઈ વાઘાણીનું સન્માન અને રજતતુલા કરવામાં આવી હતી. આ તકે જીતુભાઈ વાઘાણીએ તેમના પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ સૌને સાથે લઈને ચાલનારો સમાજ છે. માં ખોડલ ગુજરાતની પ્રજા ઉપર એવી કૃપા વરસાવે કે આપણે પાછળનું જોઈએ, વર્તમાનનું પણ જોઈએ અને ભવિષ્યનું પણ જોઈ શકીએ. તેવી કૃપા વરસાવે હંમેશા મને સમાજના આગેવાનો તથા ગુજરાતની પ્રજાના આશીર્વાદ મળી રહ્યા છે. આવા સન્માનો થકી નવી ઉર્જા અને શક્તિ મળતા હોય છે. આ પ્રસંગે જીતુભાઈ વાઘાણીએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને કહ્યું હતું કે, જેઓ રજવાડાને એક કરીને હિન્દુસ્તાનમાં એક મિશાલ બન્યા છે. અને લોખંડી પુરુષનું બિરુદ મળ્યું છે. આપણે સરદાર વલ્લભભાઈ પટેલના વંશજ છીએ. પાટીદાર સમાજ એકતામાં માનનારો સમાજ છે. પાટીદાર સમાજ મહેનતુ છે.
- મંત્રી જીતુભાઈ વાઘાણીજીનું કુવાડવા ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા મંત્રી જીતુભાઈ વાઘાણીનું આજે સવારે કુવાડવા ખાતે ઢોલ, નગારા, ડીજે સાથે ભવ્યાતીભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે માન.મંત્રી જીતુભાઈ વાઘાણીએ કેન્દ્ર સરકાર માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેકા વિકાસકાર્યોની માહિતી આપી હતી.
જેમાં, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, પ્રદેશ કારોબારી સભ્ય દિનેશભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તળશીભાઈ તાલપરા, જીલ્લા મંત્રી પ્રાગજીભાઈ કાકડિયા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નસીત, મહામંત્રી ઓ હિતેશભાઈ ચાવડા, ગૌરવસિંહ જાડેજા,જીલ્લા પંચાયત ઉપપ્રમુખ નાથાભાઈ વાસાણી, જીલ્લા પંચાયત સભ્ય રાજેશભાઈ ચાવડા, જીલ્લા અનુ.જાતી મોરચા પ્રમુખ મનોજભાઈ રાઠોડ, જીલ્લા લઘુમતી મોરચા પ્રમુખ અલ્લાઉદીનભાઈ ફોગ, રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ કાકડિયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ચેતનભાઈ પાણ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વલ્લભભાઈ મકવાણા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના સભ્ય ઓ, રાજકોટ તાલુકા ભાજપના હોદેદારો સહીત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કર્યું હતું. - પારડી, તા.લોધિકા ખાતે વિવિધ સમાજના સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત
મુ.પારડી,તા.લોધિકા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જેમાં, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ કમાણી, મહામંત્રી ઓ મોહનભાઈ ખુંટ, દિલીપભાઈ ફૂંગશીયા, જીલ્લા પંચાયત સામાજીક ન્યા.સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા, જીલ્લા પંચાયતના દંડક અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન મુળુભાઈ રાઠોડ, તા.પં.ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા, તા.પં.કારોબારી ચેરમેન ઘનશ્યામભાઈ ભુવા સહીતના લોધિકા તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. - કોટડાસાંગાણી ખાતે વિવિધ સમાજ અને સંસ્થાઓ તથા લઘુમતી સમાજ દ્વારા બહુમાન
કોટડાસાંગાણી ખાતે ’જન આશિર્વાદ યાત્રા’ યોજના. ત્યારે કોટડાસાંગાણી ખાતે રાજયના કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની ’જન આશિર્વાદ યાત્રા’ ભાજપ કાર્યાલય ખાતે ગ્રામ્ય ભાજપ પ્રમુખ જસમતભાઈ સાંધાણી અધ્યક્ષતામાં અને ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા રાજકોટ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા મહા મંત્રી નાગદાનભાઈ ચાવડા મનસુખભાઈ રામાણી માજી ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ગોંડલ માજી ધારાસભ્ય ચદુભાઈ વઘાસીયા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર રાજકોટ જિલ્લા મંત્રી વિનુભાઈ ઠુમર રાજકોટ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચોના ઉપ પ્રમુખ મુકેશભાઈ ગોવિદભાઈ રાઠોડ રાજકોટ જિલ્લા આગેવાન મનહરભાઇ બાબરીયા ,કોટડાસાંગાણી, મહામંત્રી, કિશોરસિંહ જાડેજા વિક્રમભાઈ મેતા તેમજ, તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદભાઈ સિંધવ. રાજકોટ જિલ્લા પંચાયત બાલ વિકાસ ભવનના ચેરમેન ધર્મેન્દ્રભાઈ ટીલાળા મહિલા મોરચાના પ્રમુખ પુજાબેન વાધેલા મહિલા મોરચાના મહા મંત્રી ચંદ્રિકાબેન મકવાણા કોટડાસાંગાણી તાલુકા પંચાયત કારોબારી અધયકસ ધીરુભાઈ કોરાટ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ગોવિદભાઈ રાઠોડ,કોટડાસાંગાણી તાલુકા પંચાયત ઉપ. પ્રમુખ રવિરાજસિહ જાડેજા, રાજકોટ જીલ્લા લધુમતી મોરચાના મહા મંત્રી સલીમભાઈ પતાણી, અકબરભાઇ પરમાર તથા લાઘુતમી સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી જીતુભાઈ વાઘાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આઈ,ટી,કન્વિનર ભરતભાઈ દાફડા રાજકોટ જીલ્લા આઈ,ટી,કન્વિનર, રાજભાઈ ફલદુ જીલ્લા આગેવાન શૈલેષભાઈ વઘાસીયા,કોટડાસાંગાણી યુવા પ્રમુખ મોરારીદાસ દાણીધારીયા યુવા મહા મંત્રી ભોતિકભાઈ સિદપરા શાપર પુર્વ સંરપચ બાબુભાઈ ગઠીયા અનુસૂચિત જાતિ મોરચો પ્રમુખ પ્રવિણભાઈ ખુમાણ, તેમજ તાલુકા પંચાયત સભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત સભ્ય યશપાલસિહ જાડેજા જયંતિભાઈ સરધારા પુર્વ મહા મંત્રી અમિતભાઈ પડારીયા રાજકોટ જિલ્લા બક્ષિપંચ મોરચાના મહા મંત્રી ખીમભાઈ લોખીખ કોટડાસાંગાણી તાલુકા બક્ષિપંચ મોરચાના પ્રમુખ લાલજીભાઈ મકવાણા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ પ્રતિપાલસિહ જાડેજા મહેશભાઈ ઠુમર, કાયૉકરતા ઉપસ્થિત રહ્યા હતા તમામ ગામના સંરપચ,બહોળી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારો માથી જન મેદની, ની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. કોટડાસાંગાણી ‘ગુરૂ દત’ મંદિર ખાતેથી આગમન થય અને ત્યારબાદ કોટડાસાંગાણી ના વિવિધ વિસ્તારોમાં અને મેઈન રોડ પર લોકોનું અભિવાદન ઝીલી આશરે 3 કી.મી. કરતા પણ વધારે પ્રવાસ કરી કોટડાસાંગાણી ગ્રામ્ય ભાજપ કાર્યાલય ખાતે સમાપન કરી. ત્યાર બાદ આ યાત્રાના રૂટ પર ભારતીય જનતા પાર્ટી દ્વ્રારા બેનર, ઝંડી, ઝંડા, હોડીંગ્સ અને કાર્યકર્તાઓ શુભેચ્છકો, સંસ્થાઓ ધ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાંઆવ્યું હતું. - વીરપુર ખાતે જલારામબાપાના દર્શન કરી ધન્યતા અનુભવતા
વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાની જગ્યામાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે જણાવ્યું હતું કે, ભોજલરામબાપાના શિષ્ય જલારામ બાપાની જગ્યાના દર્શન કરી કૃતાર્થતા અનુભવું છું. જલારામબાપાએ પ્રગટાવેલી સેવાની જ્યોત આજે પણ સૌના હૃદયમાં પ્રજ્વલ્લિત છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા, જીલ્લા ડેરી ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, પ્રદેશ કારોબારી સભ્ય જશુમતીબેન કોરાટ, જેતપુર શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ જોગી, મહામંત્રી બાબુભાઈ ખાચરીયા, ડી.કે.બલદાણીયા, જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયા, મહામંત્રી નરશીભાઈ સોજીત્રા, અશોકભાઈ ઉંધાડ,જીલ્લા ભાજપ મંત્રી બિંદીયાબેન મકવાણા, જીલ્લા કોષાધ્યક્ષ કિશોરભાઈ શાહ, જેસુખભાઈ ગુજરાતી, જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ ધરાગૌરીબેન સુરેશભાઈ કયાડા, ઉપપ્રમુખ કંચનબેન દેવાયતભાઈ મકવાણા, કારોબારી ચેરમેન ભાવનાબેન નવનીતભાઈ ખુંટ, જેતપુર ન.પા.પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા, જીલ્લા પંચાયતસભ્ય પી.જી.કયાડા, સુભાષભાઈ બાંભરોલીયા, દિનકરભાઈ ગુંદારીયા, ભૂપતભાઈ સોલંકી, સુરેશભાઈ કયાડા, દિનેશભાઈ ભુવા તથા વિવિધ સમાજના આગેવાનો દ્વારા રોટરી ક્લબ,જુનાગઢ રોડ,જેતપુર ખાતે મંત્રીનુ સન્માન કરવામાં આવ્યું.- Advertisement -
જેતપુરમાં જનઆશીર્વાદયાત્રાનું સ્વાગત અને ભવ્ય સન્માન
જેતપુર રોટરી હોલ ખાતે વિવિધ સમાજ અને સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, લોકોના આશીર્વાદ લેવા એટલા માટે આવ્યા છીએ કે, લોકોએ અમારા ઉપર મુકેલ વિશ્વાસને ચરિતાર્થ કરવામાં ભાજપ સરકાર કટિબદ્ધ છે. આ યાત્રા દ્વારા લોકોની વચ્ચે જઈને ગુજરાતના વિકાસ માટે પ્રજાના મંતવ્ય મેળવીને લોકહિતના કાર્યોને વધુ વેગ મળે અને છેવાડાના માનવીને સુખ અને સગવડ મળી રહે અને સનિષ્ઠ કાર્યકરોને પ્રોત્સાહિત કરવાનો અવસર એટલે જન આશીર્વાદ યાત્રા. વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હ્તું.ગોંડલ ખાતે કિસાનો તથા વિવિધ સમાજ દ્વારા સન્માન
મંત્રી એ ગોંડલ શહેરના માર્કેટિંગયાર્ડ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. બાદમાં માર્કેટિંગયાર્ડના હોલમાં માન,મંત્રી નુ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં, ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રીનાબેન ભોજાણી, જીલ્લા ભાજપ મંત્રી અલ્પેશભાઈ ઢોલરીયા, ગોંડલ શહેર પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા, મહામંત્રી ઓ ઉપેન્દ્રસિંહ ચુડાસમા, અશોકભાઈ પીપળીયા, ગોંડલ તાલુકા પ્રમુખ ભગવાનજીભાઈ રામાણી, મહામંત્રી જીતુભાઈ જીવાણી, બકુલભાઈ જેસ્વાલ, નગરપાલિકા પ્રમુખ શીતલબેન સમીરભાઈ કોટડીયા, તાલુકા પંચાયતપ્રમુખ ભાર્ગવભાઈ આંદીપરા, માર્કેટિંગયાર્ડ પ્રમુખ ગોપાલભાઈ શિંગાળા, પ્રફુલભાઈ ટોળિયા, અશોકભાઈ પરવાડીયા, શહેર યુવા મોરચા પ્રમુખ રવિભાઈ કાલરીયા, તાલુકા યુવા પ્રમુખ કિશનભાઈ ઠુંમર સહીતના શહેર તથા તાલુકાના કાર્યકર્તાઓ તથા વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હ્તું.શાપર(વેરાવળ) ખાતે એશોસિએશન દ્વારા ભવ્ય સ્વાગત,સન્માન
મંત્રીનું આનંદી આશ્રમમાં શાપર-વેરાવળના ઉદ્યોગપતિઓ અને શાપર-હડમતાળાના એશોસિએશનના પ્રમુખ તથા સંસ્થાના આગેવાનો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તથા માન.મંત્રી સાથે ઔદ્યોગિક વિષય પર ગોષ્ઠી કરી હતી.આ જનઆશીર્વાદ યાત્રામાં સામાજીક, વ્યાપારિક, રાજનીતિક, વિવિધ સમાજના સંગઠનો, સહકારીક્ષેત્રના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જનઆશીર્વાદયાત્રા દરમ્યાન જનસંઘ તેમજ જુના ભાજપના આગેવાનો, સંઘ પરિવારના વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચાઓ કરી હતી. શહેર તથા તાલુકાના કાર્યકર્તાઓ તથા વિવિધ સમાજ અને સંસ્થાઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હ્તું.



