આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ આ બેઠકમાં ખેલ મહાકુંભના આયોજન સંદર્ભે કેબિનેટમાં ચર્ચા થશે. મહત્વનું છે કે, ગાંધીનગર ખાતે દર બુધવારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજવામાં આવે છે.
BPL કાર્ડધારકો માટે લેવાઈ શકે છે નિર્ણય
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આજની કેબિનેટની બેઠકમાં BPL કાર્ડધારકો માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. આજની બેઠકમાં પુરવઠા વિભાગ દ્વારા BPL કાર્ડધારકોને અનાજ તેમજ તેલનું ફ્રીમાં વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
- Advertisement -
PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓની સમીક્ષા થશે
કેબિનેટની બેઠકમાં પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, પીએમ મોદી 31મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં તેઓ ગુજરાતને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપે તેવી શક્યતાઓ છે. ત્યારે આજની આ બેઠકમાં પીએમ મોદીના પ્રવાસની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.
ખેલમહાકુંભના આયોજન સંદર્ભે થશે ચર્ચા
રાજ્ય સરકારે આવતા વર્ષે યોજાનારી ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત સરકારની વાયબ્રન્ટ સમિટને 20 વર્ષ પૂર્ણ થયા છે. તેથી આ વખતની સમિટમાં ગુજરાત સરકાર કોઈ કસર છોડવા માંગતી નથી. ત્યારે આજની બેઠકમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ તૈયારીઓની સમીક્ષા થશે. ગાંધીનગર ખાતે યોજાનારી કેબિનેટની બેઠકમાં ખેલ મહાકુંભના આયોજન સંદર્ભે ચર્ચા થશે. સાથે જ ગુજરાત સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ ચર્ચા થશે.