ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
સીએની પરીક્ષા તારીખ 9 થી 14 મે દરમિયાન યોજાનાર હતી. પરંતુ થોડા દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવગ્રસ્ત પરિસ્થિતી ચાલી રહી હતી. આ પરિસ્થિતીમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને જે તમામ બાબતને ધ્યાને રાખીને સર્વના હિતમાં તંત્રએ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. હાલ પરિસ્થિતી સામાન્ય થઇ જતા ફરી સીએની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી 16 થી 24 મે દરમિયાન લેવાનો નિર્ણય કરાયો છે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવગ્રસ્ત પરિસ્થિતિની વચ્ચે મોકૂફ રાખવામાં આવેલી સીએની વિવિધ પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરાયો છે, જે અનુસાર સીએની પરીક્ષા 16મી મે અને 24 મે દરમિયાન યોજાશે તેમ જણાવેલ છે. અગાઉ આ પરીક્ષા તારીખ 9 મેથી 14 મે દરમિયાન રાખવામાં આવી હતી, જે મોકૂફ રાખવામાં આવી હતી. હવે 16થી 24 મે દરમિયાન સીએ ફાઈનલ, સીએ ઈન્ટર મીડિએટ અને આઈએનટીટી-એટી (પીક્યુસી)ની પરીક્ષા યોજાશે એમ જણાવેલ છે.



