મુખ્યમંત્રીના કાર્યકાળમાં 5 લાખની જનમેદની જોઈ નથી: PM મોદી
પાટિલ-પટેલની જોડીએ લોકોનો વિશ્વાસ જીત્યો: PM મોદી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે ચીખલીમાં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત થયા હતા. નવસારીની સભામાં જનમેદની જોઇને મોદીએ કહ્યું હતું કે મારા મુખ્યમંત્રીના સમયગાળા દરમ્યાન મેં આદિવાસી વિસ્તારમાં આટલી મોટી જનમેદની ક્યારેય જોઇ નથી. આજે અહીંયા પાંચ લાખ લોકો એકત્ર થયાં છે તેનું મને ગર્વ છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ’પટેલ અને પાટીલની જોડીએ એ કરી બતાવ્યું જે હું ન કરી શક્યો. આજે મને એ વાતનું ગૌરવ છે કે, ગુજરાત છોડ્યા પછી જે લોકોએ ગુજરાતને સંભાળવાની જવાબદારી લીધી અને આજે ભૂપેન્દ્રભાઈ અને સી.આર.પાટીલની જોડી જે ઉમંગ અને ઉત્સાહ સાથે નવો આત્મવિશ્વાસ જગાવી રહી છે, તેનું જ પરિણામ છે કે, મારી સામે 5 લાખ લોકોનો વિશાળ સમૂહ ઉપસ્થિત છે.’
તેમણે વધુમાં જણાવ્યુ કે, ‘ગુજરાતની ડબલ એન્જિન સરકાર સો ટકા સશક્તિકરણની ઝુંબેશમાં પૂરજોશમાં લાગેલી છે. હું ભૂપેન્દ્રભાઈ, સીઆર પાટીલ અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.’
આમ, નવસારીમાં સી.આર. પાટીલ દ્વારા ભેગી કરવામાં આવેલી જનમેદનીનાં વખાણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા હતા અને સી.આર. પાટીલનાં પ્રચંડ પ્રજાશક્તિ પ્રદર્શનને આવકાર્યું હતું.



