શાસ્ત્રી મેદાનમાં 1 લાખ વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ સાથે ખેલૈયાઓ ઝૂમી ઉઠશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા આયોજિત ખેલો સોની સમાજ બાય-બાય નવરાત્રિ મહોત્સવનું આયોજન સૌરાષ્ટ્રમાં રાજકોટ શાસ્ત્રી મેદાન ગ્રાઉન્ડમાં સમસ્ત સોની સમાજ માટેનું આયોજન સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા આયોજિત રાજકોટવાસીઓનું લોકપ્રિય સ્થળ જ્યાં સોની સમાજના ખેલૈયાઓ મન ભરીને ગરબા રમી શકે તે માટે મન મૂકીને શાસ્ત્રી મેદાન આંગણે લઈને આવી રહ્યા છીએ.
- Advertisement -
રાજકોટ શહેરમાં શાસ્ત્રી મેદાનમાં 1 લાખ વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ તથા 25 બાઉન્સર અને ખૈલેયાઓ માટે ફૂડ ઝોન તથા ચા નાસ્તો સ્ટોલની વ્યવસ્થા, વડીલો માટે બેઠક વ્યવસ્થા તથા વીવીઆઈપી માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે. ખેલૈયાઓ માટે ખાસ 8 સેલ્ફી ઝોન તૈયાર કરવામાં આવશે જ્યાં ખેલૈયાઓ પોતાના સુંદર ડ્રેસ અપ સાથે પોતાની યાદગાર પળોને કેપ્પચર કરી શકશે. મુંબઈનું પ્રખ્યાત ગ્રુપ બામ્બુ બિટ્સ ફરી એકવાર ખેલૈયાઓ માટે સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા આયોજિત સમસ્ત સોની સમાજના ખેલૈયાઓ મન મૂકીને ઝૂમશે.
આ કાર્યક્રમમાં બે રાઉન્ડ તથા છેલ્લે ફાઈનલ રાઉન્ડમાં રમાડવામાં આવશે. આ કાર્યક્રમમાં સોનાની ગીફ્ટ તથા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સોની સમાજના 3000 લોકો ઉપસ્થિત રહેશે. તા. 5-10-25 આસો સુદ તેરસના રોજ સમય સાંજે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ખેલૈયાઓ ગરબા રમી શકશે. સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા આયોજક કમિટી જીજ્ઞેશ વાગડીયા, કલ્પેશભાઈ પાટડીયા, સંદિપભાઈ જડીયા, ભાવીનભાઈ વાગડીયા, સુમિત વાગડીયા, કેતનભાઈ વાગડીયા, ધવલભાઈ પાટડીયા, મિલનભાઈ સોની તથા કમિટી મેમ્બર તરીકે જીજ્ઞેશ પાટડીયા, વિશાલભાઈ કાત્રોડીયા, પરેશભાઈ પારેખ તથા મહિલા આયોજક કમિટી હસ્મિતાબેન પાટડીયા, શ્ર્વેતાબેન વાગડીયા, રીટાબેન પાટડીયા, પુનમબેન પાટડીયા, વંદનાબેન પાટડીયા, જાગૃતિબેન આડેસરા, પ્રીતિબન માંડલિયા, જસ્મીનબેન આડેસરા, ડોલીબેન રાજપરા વિગેરે મેમ્બર તથા એન્કર તરીકે નંદનભાઈ સોની તથા અમદાવાદના સોની સમાજ વિશ્ર્વા સોની સલાહકાર સમિતિ વિમલભાઈ વાગડીયા, ચિરાગભાઈ પારેખ, વિજયભાઈ પાટડીયા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ સંદીપભાઈ પાટડીયા, પાર્થ આડેસરા, ચંદ્રેશભાઈ ફીચડીયા, ભાવેશભાઈ પારેખ, તેજસભાઈ વાગડીયાએ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાત લઈ સમસ્ત કાર્યક્રમની વિગતો આપી હતી.