આ રાસોત્સવ ફક્ત કેમિસ્ટ પરિવાર માટે જ મર્યાદિત: ખેલૈયાઓને લાખેણા ઈનામો અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કેમિસ્ટ એસોસિયેશન રાજકોટ દ્વારા આવતીકાલે 5 ઓક્ટોબરના રોજ બાય બાય નવરાત્રીનું આયોજન કરેલું છે. રોયલ રજવાડી ગ્રાઉન્ડ, અટલ સરોવર, ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કેમિસ્ટ પરિવાર માટે રાસોત્સવ નિમિતે રાસ ગરબાનું આયોજન કરેલ છે. જેથી કેમિસ્ટ એસોસિયેશનના સભ્યોનો પરિવાર આ રાસોત્સવનો આનંદ મુકત મને માણી શકે, આથી સંસ્થાના દરેક સભ્યોને આ રાસોત્સવમાં ભાગ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. વ્યવસ્થાના ભાગ રૂપે સભ્ય મેમ્બર માટે 50 રૂપિયા ટોકન ચાર્જ રાખેલ છે સાથે કોલ્ડ્રીંકસ તેમજ નાસ્તાનો પાસ આપવામા આવશે. ગેસ્ટ પાસ 100 રૂપિયા ચુકવવાના રહેશે. સાથે કોલ્ડ્રીંકસ તેમજ નાસ્તાનો પાસ આપવામા આવશે.
પાસ મેળવવામાં અનુકુળતા રહે તે માટે બે દિવસ માટે આપની સંસ્થાની ઓફીસે વ્યવસ્થા રાખેલ છે વિગત નીચે મુજબ છે. પાસ વિતરણ સંસ્થાની ઓફિસમાંથી આપ પાસ મેળવી શકો છો. ઉપરોકત કાર્યક્રમમાં સભ્ય સંખ્યા મર્યાદિત રાખેલ હોય વહેલા તે પહેલાના ધોરણે પેઢી દીઠ 4 પાસ આપવામાં આવશે.