સમસ્ત કોળી સમાજના ખેલૈયાઓ રાસોત્સવમાં ધૂમ મચાવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કોળી સેના રાજકોટ જિલ્લા, શ્રી ચામુંડાધામ ટ્રસ્ટ રાજકોટ જિલ્લા દ્વારા આયોજિત એક દિવસીય રાસોત્સવ 2024નું આયોજન તા. 13 ને રવિવારના રોજ સાંજે 6-30 કલાકે વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, ટાગોર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ આયોજન છેલ્લા 10 વર્ષથી પ્રમુખ અજયભાઈ ડાભીના નેતૃત્વ હેઠળ રાસોત્સવના નામથી પ્રખ્યાત થતું સમસ્ત કોળી સમાજ માટેનું એકમાત્ર આયોજન છે, જે દર વર્ષે નવરાત્રિના અંતે યોજવામાં આવે છે.
- Advertisement -
આ આયોજનના માધ્યમથી સમાજ સમયની સાથે મળીને સમાજમાં જાગૃતિરૂપે એક અલગ જ ઉદાહરણ પૂરું પાડે છે.
આ આયોજનમાં સમસ્ત કોળી સમાજના તમામ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિ, વેપારી, સરકારી કર્મચારી, શિક્ષક, વકીલ, ડોકટર, પોલીસ વગેરે તમામ ક્ષેત્ર સાથે જોડાયેલ સમાજના શ્રેષ્ઠીઓ દર વર્ષે ઉપસ્થિત રહેતા હોય છે. આ આયોજનમાં અતિથિવિશેષ તરીકે ગુજરાત રાજ્યના મંત્રી પરષોતમભાઈ સોલંકી સ્થાપક કોળી સેના ગુજરાત, નિમુબેન બાંભણીયા કેન્દ્રીય મંત્રી ગુજરાત, પરષોતમભાઈ રૂપાલા સાંસદ રાજકોટ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી, કોળી સેના ગુજરાત મહિલા પ્રમુખ દીપાબેન બાંભણીયા કોળી સેના ગુજરાત ભુપતભાઈ ડાભી, ભીખુભાઈ ડાભી વગેરે ઉપસ્થિત રહેશે. આ આયોજનમાં સમસ્ત કોળી સમાજના ખેલૈયાઓ માટે દર વર્ષે રાસ ગરબાની સ્પર્ધા યોજવામાં આવે છે અને તેમાં પસંદ થયેલ ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ ઈનામો આપવામાં આવશે. આયોજનને સફળ બનાવવા માટે આયોજનના મુખ્ય આયોજક પ્રમુખ અજયભાઈ એન. ડાભી, કોળી સેના રાજકોટ જિલ્લા તથા સાગરભાઈ ડાભી, પ્રજ્ઞેશભાઈ ગોહિલ, ચિરાગભાઈ મેર, વિજયભાઈ ભાલીયા, જીતુભાઈ બારૈયા, પંકજભાઈ રાજપરા, રાજુભાઈ મોકરિયા, વિશાલભાઈ ધનવાણિયા તથા રાસોત્સવ 2024ના તમામ સભ્યો આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે કોળી સેના રાજકોટ જિલ્લા કાર્યાલય 11, મનહર પ્લોટ, મંગળા મેઈન રોડ ખાતે સંપર્ક કરી શકાશે.