કુલ 13 ટીમ અને 200થી વધુ જૈન ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જૈન સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા માત્ર જૈન ખેલાડીઓ માટે જૈન સમાજ તરફથી આયોજન કરાયેલ નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-15ની જાહેરાત કરી છે. આ વર્ષે કુલ 13 ટીમો અને 200થી વધુ જૈન ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે, ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રની વિવિધ ટીમોની વિશેષ ભાગીદારી આ ઈવેન્ટને વધુ આકર્ષક બનાવશે. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ જૈન સમાજમાં એકતા, ભાઈચારો તથા જૈન બાળકોની શાળાની ફી અને જીવદયા જેવા ઉત્તમ કાર્ય માટે સહયોગ એકત્રિત કરવાનો છે. છેલ્લા 10 વર્ષથી સતત આ ટુર્નામેન્ટનું સફળ આયોજન થાય છે. આ ટુર્નામેન્ટ તા. 22 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર ગ્રીન ફિલ્ડ ગ્રાઉન્ડ, જામનગર હાઈવે પર સાંજે 4-30થી રાત્રે 12 સુધી આ ટુર્નામેન્ટ યોજાશે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે હાર્દિક કોઠારી, સાગર હપાણી, ચિંતન મહેતા, ધૈર્ય પારેખ, ઋષભ કોઠારી, ચિરાગ મહેતા, કેયુર ગાંધી, ધવલ ગાંધી, પ્રતિક ગાંધી, મિખીલ વોરા, માનસ રૂપાણી, હિત અવલાણી, રવિ શેઠ, હિમાલય મીઠાણી, ઉમંગ ગોસલિયા, જયદીપ વોરા જહેમત ઉઠાવી રહ્યા છે.



