આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર
કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે આજે મત ગણતરી
- Advertisement -
પંજાબ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કેરળની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થવાનું શરૂ થઈ ગયું છે. મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ ચૂકી છે. ગુરુવારે (19 જૂન) શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચે આજે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આજે (સોમવારે) કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ બંને બેઠકોનું પરિણામ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓની કારકિર્દી પણ નક્કી કરશે. રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યાં છેકે, જો પરિણામ બદલાશે તો ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતી પર અસર થઇ શકે છે. ભાજપ,કોંગ્રેસ અને આપે જીતના દાવા કર્યાં છે ત્યારે કડી કરતાં વિસાવદર બેઠક પર કોણ બાજી મારે છે તેના પર સૌની નજર મંડાઇ છે.
કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે આજે મત ગણતરી ચાલી રહી છે.. વિસાવદરમાં 13માં રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 9678 મતથી ભાજપના ઉમેદવાર કીરીટ પટેલથી આગળ છે. કડી બેઠકની વાત કરીએ તો કડી બેઠક પર ભાજપની જીત હવે નિશ્ચિત જણાય છે. કડી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા સૌથી આગળ ચાલી રહ્યા છે, કડી બેઠક પર કોંગ્રેસના રમેશ ચાવડા બીજા નંબરે ચાલી રહ્યા છે તો આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા સૌથી પાછળ છે.
વિસાવદર પેટાચૂંટણીમાં 16 ઉમેદવારો મેદાનમાં છે. જોકે તેમાંથી 12 તો એવા હતા જેઓ વિસાવદર વિધાનસભામાં મતદાતા તરીકે નોંધાયેલા નહોતા. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને પહેલાથી જ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ત્યાર પછી ભાજપે કિરીટ પટેલ અને કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતાર્યા હતા. નોંધનીય છે કે, ગુજરાતીઓની નજર આ બેઠકના પરિણામ પર રહેશે. કારણ કે, આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીના પદ પરથી રાજીનામું આપવાના પગલે વિસાવદર બેઠક ખાલી પડી હતી.
- Advertisement -
રાઉન્ડ 13: ગોપાલ ઇટાલિયા વિસાવદર ગઢ જીતશે, કડીમાં આપ નબળી પડી
13માં રાઉન્ડ પછી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના કુલ વોટ 47095 થઈ ગયા છે જ્યારે ભાજપના 37417 છે. એટલે કે ગોપાલ ઈટાલિયા 9 હજાર જેટલા વોટની લીડ સાથે જીત તરફ આગળ વધી રહ્યા છે જેના કારણે ભાજપમાં ચિંતા ઊભી થઇ છે. જ્યારે કડીમાં 12મા રાઉન્ડના અંતે ભાજપ 27478 વોટ સાથે જીત તરફ છે.
વિસાવદરમાં 14 રાઉન્ડ પૂર્ણ AAP આગળ
AAP : 50676, ભાજપ : 40042, કોંગ્રેસ: 4133
વિસાવદર : 16 રાઉન્ડના અંતે AAP 13994 મતથી આગળ
AAP : 58514 ભાજપ : 45120 કોંગ્રેસ: 4414
વિસાવદરમાં AAPને જંગી લીડ, ગોપાલ ઇટાલિયા 12000 મતથી આગળ
મનોજ સોરઠીયા રાજુ કરપડા પ્રવીણરામ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓમાં ઉત્સાહ.. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જય ગોપાલ જય ગોપાલ ના નારા લગાવ્યામનોજ સોરઠીયા રાજુ કરપડા પ્રવીણરામ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓમાં ઉત્સાહ.. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જય ગોપાલ જય ગોપાલના નારા લગાવ્યામનોજ સોરઠીયા રાજુ કરપડા પ્રવીણરામ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓમાં ઉત્સાહ.. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જય ગોપાલ જય ગોપાલ ના નારા લગાવ્યા.