ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ અને અન્ય દાતાઓના સહયોગથી સતત 12માં વર્ષે ઉનાળાના ધોમધખતા તાપમાં પછાત વિસ્તારના આશરે 300થી વધુ પરિવારોને દૈનિક પ્રત્યેક પરિવારને 2-2 લિટર છાશનું વિતરણ કરતાં કેન્દ્રનો તા. 14-4-2024 ને રવિવારના રોજથી સતત બે મહીના માટે શુભારંભ થયેલ છે. આજરોજ શુભારંભમાં અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટમાંથી જયંતભાઇ ધોળકિયા, જાહ્નવીબેન લાખાણી, મોદીભાઈ તેમજ નિવૃત્ત એસ.બી.આઇ અધિકારી અરૂણભાઈ ચોકસી, જયેન્દ્રભાઈ મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટના ભાગ્યેશ વોરા, પ્રવીણ ચાવડા, કિરીટ ગોહેલ, રાજુભાઇ માસ્તર સહિતના હાજર રહી વ્યવસ્થા કરેલ હતી. એક દિવસની છાશનો ખર્ચ રૂા. 2500/- આવે છે. છાસ વિતરણ સમય- દરરોજ સવારે 7 વાગ્યે અને દર રવિવારે સવારે 8 વાગ્યે, સ્થળ- શ્રી રોકડીયા હનુમાન મંદિર, ઇગલ પેટ્રોલ પંપ પાસે, ભિલવાસ ચોક, રાજકોટ.



