ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જુનાગઢ જિલ્લાભરમાં રેઢીયાર પશુની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની છે. ત્યારે માણાવદરના માર્ગો પર રેઢીયાર પશુના અડીંગાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. પરંતુ તંત્ર રેઢીયાર પશુને પકડતું નથી. જેના કારણે લોકોને પરેશાની વેઠવી પડે છે. ત્યારે માણાવદરમાં રેઢીયાર પશુઓને પકડવા માટે લોકોમાં માંગણી ઉઠી છે. માણાવદરમાં જાહેર માર્ગો ઉપર પશુઓના અડિંગાના કારણે વાહનચાલકો પરેશાની વેઠવી રહ્યા છે. રાહદારીઓને અવર-જવર કરવામાં ભારે હાડમારી વેઠવી પડે છે. ઉપરાંત વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર રેઢીયાર પશુઓની સમસ્યા સતાવી રહી છે.
- Advertisement -
પરંતુ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી. શહેરમાં જ્યારે આખલા યુધ્ધ સર્જાય ત્યારે પસાર થતા રાહદારીઓના શ્વાસ અધ્ધર થઈ જાય છે. આખલા યુદ્ધ દરમિયાન રાહદારીઓ તેને હડફેટે ચડતા હોય છે. તેમજ રસ્તાઓ પર પશુ બેસતા હોવાથી નાના-મોટા અકસ્માત થઈ રહ્યા છે. માણાવદરના માર્કેટ રોડ, પોસ્ટ ઓફિસ રોડ, દીવાનપરા રોડ, ગાયત્રી મંદિર સર્કલ સહિતના વિસ્તારોમાં રેઢીયાર પશુથી શહેરીજનો પણ પરેશાન બન્યા છે. શહેરમાં મોટાભાગના જાહેર રસ્તા પર રેઢીયાર પશુના કારણે ટ્રાફિક સર્જાય રહ્યો છે પરંતુ નગરપાલિકા તંત્ર રેઢીયાર પશુંઓને પકડવાની કામગીરી કરતું નથી ત્યારે માણાવદરમાં રસ્તા પર બેસેલા પશુઓને પકડવા માટે લોકોમાં માંગણી ઉઠી છ



