રાજકોટમાં અર્વાચીન રાસોની ઝાકમઝાળ વચ્ચે પણ પ્રાચીન ગરબીનું મહત્ત્વ આજે પણ યથાવત્ જોવા મળી રહ્યું છે. તેમાં પણ રાજકોટનો સૌપ્રથમ સળગતી ઈંઢોણીનો રાસ શહેરીજનોમાં આજે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આ ગરબામાં ગીતના શબ્દો છે ‘જલતો જલતો જાય, અંબે માનો ગરબો જલતો જાય…પવન ઝપાટા થાય તોય, માનો ગરબો જલતો જાય…અંબે માનો ગરબો જલતો જાય…’ આ ગરબો અગનગોળા સાથે ધગધગતી ઈંઢોણી માથે મૂકી અને હાથમાં મશાલ સાથે બાળાઓ ગરબે ઘૂમી હતી. આ રાસ જોવા હકડેઠઠ માનવમેદની ઊમટી પડી હતી. હજારોની સંખ્યામાં લોકો ગરબા જોવા આવે છે. મવડી ચોક વિસ્તારમાં શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લાં 16 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના નવે’ય દિવસ અહીં હજારોની સંખ્યામાં ભાવિકો માની આરાધનામાં લીન બનીને ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવા આવે છે.
મવડી પ્લોટમાં બજરંગ ગરબી મંડળનો સળગતી ઈંઢોણીનો રાસ
Follow US
Find US on Social Medias