એક હોટેલના સ્ટાફને ઢોર માર માર્યો, CCTV વાયરલ
હોટેલના માલિક જાવિદ ગુર્જરે થોડા દિવસ પહેલા
- Advertisement -
દેશી દારૂના અડ્ડાઓનું સ્ટિંગ કર્યું હતું, જેનો ખાર રાખી માર માર્યા હોવાનું સામે આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના શાપર વેરાવળમાં મસ્ત નોનવેજ નામની હોટેલના માલિક જાવિદ ગુર્જરે ચાલતા દેશી દારૂના અડ્ડાઓનું સ્ટીંગ કરી વાયરલ કર્યા હતા. જેનો ખાર રાખી શાપર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના અધિકારીઓએ જાવિદ ગુર્જરના હોટેલના મજૂરોને ઢોર માર માર્યો હોવાનું સામે આવતા ચકચાર મચી છે. જેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, શાપર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પ્રભાત બાલાસરા મજૂરોને માર મારી રહ્યા છે.
શાપરમાં શીતળા મંદિર પાસે આવેલી મસ્ત નોન-વેજ નામની હોટલમાં રેહતા 3 સ્ટાફને ધોકા વડે પોલીસ સ્ટેશનના સ્ટાફે માર માર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ રાજકોટ ના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન માં ડિ-સ્ટાફ ફરજ બજાવતા પ્રભાતભાઈ બલાસરા એ હોટલ માં કામ કરતા મજૂરોને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે. શાપર વેરાવળ પોલીસની લુખ્ખી દાદાગીરી સામે આવી છે.
મળતી માહિતી મુજબ આ હોટલ જાવિદ ગુર્જરની હોવાનું જાણવા મળ્યું છે. જાવિદ પોતે એક પ્રેસ રિપોર્ટર તરીકે ફરજ બજાવે છે થોડા દિવસો પેલા શાપર વેરાવળમાં ચાલતા દેશીદારૂના અડ્ડાઓનો વીડિયો વાયરલ થયા હતા. જાવીદ ગુર્જરે દેશી દારૂના અડ્ડાઓનું સ્ટિંગ કર્યું હતું. જેનો ખાર રાખી પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના કોન્સ્ટેબલ પ્રભાત બલાસરાએ જાવિદની હોટલમાં કામ કરતા મજૂરોને રાતે એક વાગ્યે લાકડાના ધોકા વડે માર માર્યો હતો. જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.