10થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અસામાજિક તત્વનું પોપટપરા સ્થિત રહેણાંક મકાન સાંજે તોડી પડાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અસામાજિક તત્વોની કમર તોડી નાખવા ગુજરાત પોલીસ દ્વારા વિશેષ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ મથકમાં અપહરણ, ચીલઝડપ, મારામારી, બાઈક ચોરી સહિતના 10 થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ અજય માનસિંગભાઈ પરસોંડાનું પોપટપરા શેરી નંબર-14, કાજલ પાન પાછળ, રેલનગર મેઈન રોડ પર આવેલ મકાન અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા સાથે સંકલન કરી ખરાઈ કરતા આરોપીનુ મકાન ગેરકાયદે હોવાનું સામે આવતા પીઆઈ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર, સી એચ જાદવ અને પ્ર. નગર પીઆઈ વિ. આર.વસાવા, પીયૂષ ડોબરીયાની ટીમો દ્વારા મહાનગરપાલિકા, પીજીવીસીએલની ટીમોને સાથે રાખી આજે સાંજે પાંચ વાગ્યે ડિમોલીશન હાથ ધર્યું હતું અને ગેરકાયદેસર મકાન ધારસાઈ કરી નાંખ્યું હતું.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એલસીબી ઝોન-2 અને નાસ્તા ફરતા સ્કવોડ ઝોન-2 ની ટીમ દ્વારા સંયુક્ત રીતે ખાનગી બાતમીના આધારે રેલનગર મેઈન રોડ પરથી અજય પરસોંડા, સંજય સોલંકી અને જયપાલ જોગડીયાને પ્ર. નગર તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના ગુનામાં, જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ચીલ ઝડપના ગુનામાં તેમજ પ્રનગર અને કુવાડવા પોલીસ સ્ટેશનના અપહરણ, મારામારી, રાયોટીંગના ગુનામાં પકડી પાડવામાં આવ્યા હતા.



