જૂનાગઢ મનપાની નવી બોડીનું 2025 – 26નું પ્રથમ બજેટ રજૂ
વિપક્ષે બજેટને ભાજપની વિકાસની પુસ્તિકા ગણાવી
વિપક્ષે ટાઉનહોલ, પાણી સમસ્યા સહિતના મુદ્દે સવાલો કર્યા
લઘુતમ કર મહત્તમ સેવા સૂત્ર સાથેનું બજેટ: સ્થાયી સમિતિ ચેરમેન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ મહાનગરપાલિકાનું સ્થાપિ સમિતી ધ્વારા આપવામાં આવેલ બજેટમાં જમીન ભાડા અને ઈમારત ભાડામાં કરવામ કરવામાં આવેલ 30%નો વધારો રદ કરી નાણાંકિય વર્ષ સને-2025 – 2026નું રૂપિયા 1457.5ર કરોડનું અને રૂ.2.19 કરોડની પૂરાંતવાળું બજેટ બહુમતીના જોરે આજે મનપા કચેરી ખાતે મળેલ પ્રથમ સાધારણ સભામાં મંજુર કરવામાં આવ્યું હતું જયારે વીપક્ષ દ્વારા આ બજેટનો વિરોધ કરીને શહેરની અનેક સમસ્યા મુદ્દે સવાલો ઉભા કર્યા હતા અને આ બજેટને ભાજપની વિકાસની પુસ્તિકા ગણાવી હતી ક્યારે સ્થાહી સમિતિના ચેરમેન પલ્વીબેન ઠાકરે લઘુતમ કર મહત્તમ સેવા સૂત્ર સાથેનું બજેટ મજુર કર્યું હોવાનું જણાવ્યું હતું અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સાથેનું બજેટ રજુ કરી ખુશી વ્યક્ત કરી હતી. જૂનાગઢ મહાપાલિકાની નવી બોડીની પ્રથમ સાધારણ સભા આજે યોજાય હતી જેમાં સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવેલા બજેટને બહાલી આપવામાં આવી હતી સ્થાયી સમિતિ દ્વારા મનપાની માલિકીની મિલ્કતમાં 30 ટકા ભાડા વધારો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. પાંચ વર્ષ બાદ વિપક્ષના સભ્યો પણ ડબલ ડિજિટમાં જોવા મળ્યા હતા. જયારે વીપક્ષ દ્વારા આ બજેટને ભાજપની વિકાસની પુસ્તિકા ગણાવી હતી. કમિશનર ડો. ઓમપ્રકાશ દ્વારા દરેક વેરામાં 20 ટકા વધારાના સૂચન સાથે કુલ 40.68 કરોડના વેરા વધારાના સુચન સાથેનું 1482.17 કરોડનું બજેટ સ્થાયી સમિતીમાં રજુ કર્યું હતું. સ્થાયી સમિતીના ચેરપર્સન તથા સભ્યોએ આ બજેટમાં સુધારાવધારા કરી આજે પ્રથમ સાધારણ સભામાં 1457.52 કરોડનું બજેટ બહુમતીના જોરે મંજુર કર્યું હતું અને આ બજેટનો વિપક્ષે વિરોધ કર્યો હતો અને અવાજ બજેટ છેલ્લા 20 વર્ષથી જોવા મળે છે. તેવા સવાલો કર્યા હતા.
ગત પાંચ વર્ષ દરમ્યાન વિપક્ષના ગણ્યાગાંઠ્યા સભ્યો જ હતા તેથી શાસક પક્ષ દ્વારા વિપક્ષનો અવાજ દબાવી દેવામાં આવતો હતો તેના કોઈ સુચન કે વિરોધને ધ્યાનમાં લેવામાં આવતા ન હતા. હવે વિપક્ષના સભ્યોની સંખ્યા ડબલ ડિજીટમાં છે. ત્યારે વિપક્ષ નેતાએ રૂપિયા 4 કરોડના ખર્ચે રીનોવેશન કરેલ ટાઉનહોલનો મુદ્દો ઉછાળ્યો હતો અને વધુમાં કહ્યું હતું કે, ધારાસભ્ય સંજય કોરડીયા પણ ટાઉનહોલ મુદ્દો ઉપાડ્યો હતો. અને સર્વ સમિતિથી ઠરાવ પસાર કરી ટાઉનહોલ મુદ્દે તપાસ માટે માગણી કરવામાં આવી હતી જયારે ટાઉનહોલ છે તેનું મેન્ટેનસ નથી થતું. ત્યાં નવો હોલ બનશે ? તેવા પ્રશ્ર્નો કર્યા હતા તેમજ સામાન્ય સુવિધા રોડ પાણી અને ગટર વ્યવસ્થા મનપા નથી આપી શકતી અને બજેટને ભાજપની વિકાસની પુસ્તિકા ગણાવી હતી અને 20 વર્ષથી આવાજ બજેટ મૂક્યા છે. અંતે વિપક્ષના વિરોધથી સર્વાનુમતે ના બદલે બહુમતીથી બજેટ મંજૂર થયું હતું.