જોઈન્ટ ફોરમ ઓફ BSNL-MTNL પેન્શનર્સ એસો. દ્વારા આવેદન પત્ર પાઠવાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જોઈન્ટ ફોરમ ઓફ બીએસએનએલ-એમટીએનએલ પેન્શનર્સ એસોસિએશન સેન્ટ્રલ હેડકવાર્ટર નવીદિલ્હીના આદેશ મુજબ સમગ્ર ભારતભરની તમામ બીએસએનએલની મુખ્ય કચેરીઓ સામે હજારોની સંખ્યામાં સૂત્રોચ્ચાર- દેખાવો કરી આજરોજ ડિમાન્ડ-ડે તરીકે મનાવ્યો હતો. ઘણાં લાંબા સમયથી બીએસએનએલ-એમટીએનએલના કર્મચારીઓ તથા પેન્શનરોને નવા પગાર પંચનો લાભ ન મળતાં કર્મચારીઓને થયેલા અન્યાય સામે લડત ચાલુ કરી બીએસએનએલની બેવડી નીતિ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી બીએસએનએલના ઉચ્ચ અધિકારીઓને 7માં પગારપંચ મુજબ વેતન લાભો મળે છે જ્યારે બીએસએનએલમાં સમાવેશ થયેલા કર્મચારીઓ તથા પેન્શનરોને પગાર પંચના લાભથી વંચિત રાખી ભેદભાવભરી નીતિ સામે સમગ્ર દેશમાં સુત્રોચ્ચાર દેખાવો યોજી કોમ્યુનિકેશન મિનિસ્ટર ન્યુદિલ્હી સેક્રેટરી ડી.એ.ટી. ન્યુદિલ્હી, ચીફ જનરલ મેનેજર ગુજરાત, પ્રિન્સીપાલ જનરલ મેનેજર, બીએસએનએલ રાજકોટને આજરોજ વિસ્તૃત આવેદનપત્ર જોઈન્ટ ફોરમના હોદ્દેદારો દ્વારા રૂબરૂ આપવામાં આવ્યું હતું.
રાજકોટમાં જ્યુબીલી બાગ ટેલિફોન એક્સચેંજ ગેઈટ પાસે વિશાળ સંખ્યામાં પેન્શનરોએ ઉપસ્થિત રહી દેખાવો સુત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ રાજકોટ બીએસએનએલના પ્રીન્સીપાલ જનરલ મેનેજરને લાંબા સમયથી પેન્ડીંગ પગાર પંચ પેન્શન રીવીઝન 1-1-2017થી 15 ટકા ફીટમેન્ટ મુજબ આપવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તથા આ આવેદન પત્ર ન્યુદિલ્હીના સેક્રેટરી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ તથા કોમ્યુનિકેશન મિનિસ્ટરને ફોરવર્ડ કરવા જણાવવામાં આવશે.