ખાસ-ખબર સંવાદદાતા
પંજાબમાં બોર્ડર પર ડ્રોનની હિલચાલ સતત વધી રહી છે. ઇજઋએ બે દિવસમાં બે ડ્રોન રિકવર કર્યા છે.
તે જ સમયે, પંજાબ પોલીસ પાસેથી મળેલા ઈનપુટ્સના આધારે, અમૃતસર સરહદેથી ફેન્સિંગની આજુબાજુ છુપાયેલું 14 કરોડ રૂપિયાનું હેરોઈન પણ મળી આવ્યું છે.
બીએસએફના જણાવ્યા અનુસાર, ઈનપુટ બાદ અમૃતસરના સરહદી ગામ સૈયદપુરા કલાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ક્વોડકોપ્ટર ઉઉંઈં મેટ્રિસ 300 છઝઊં સવારે 7.20 વાગ્યે સૈદપુરા ગામની બહારના વિસ્તારમાં ગુરુદ્વારા પાસેના ખેતરોમાંથી તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું. છેલ્લા 12 દિવસમાં ઇજઋ દ્વારા ઝડપાયેલું આ ચોથું ડ્રોન છે.
- Advertisement -
ગત સાંજે ઇજઋએ તરનતારનમાંથી એક ડ્રોન પણ ઝડપ્યું હતું. ઇજઋ અધિકારીઓએ જણાવ્યું કે આ ડ્રોનને 9 જૂનની રાત્રે છોડવામાં આવ્યું હતું. પરંતુ શોધખોળ દરમિયાન તે મળી આવ્યો ન હતો. પેટ્રોલિંગ દરમિયાન જવાનોને આ ડ્રોન ખેતરોમાં તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું. આ ક્વાડકોપ્ટર ઉઉંઈં મેટ્રિસ 300 છઝઊં પણ છે, જેનો ઉપયોગ પાકિસ્તાની દાણચોરો ભારતીય સરહદ પર હેરોઈનના ક્ધસાઈનમેન્ટ મોકલવા માટે કરે છે.
પંજાબ પોલીસના ઈનપુટના આધારે ઇજઋએ શનિવારે મોડી સાંજે અમૃતસરના અટારી વિસ્તારમાં 2 કિલો હેરોઈનનું ક્ધસાઈનમેન્ટ જપ્ત કર્યું હતું. જેને પાકિસ્તાની દાણચોરોએ ફેન્સીંગની સામેના ખેતરોમાં છુપાવી હતી, જેથી ભારતીય દાણચોરો તેની ચોરી કરી શકે.