આગામી 12 નવેમ્બરના રોજ ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. જો કે, તે પહેલા જ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પીએમ સુનકની સાથે તેમની પત્ની અક્ષતા મૂર્તિ અને ઘણા વિશેષ અતિથિ સામેલ થયા હતા. આ સાથે જ તેમને બ્રિટન અને વિશ્ર્વભરના હિંદુ સમુદાયને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. બ્રિટિશ પીએમના ડ એકાઉન્ટ પર તસવીરો શેર કરવાની સાથે પોસ્ટમાં લખવામાં આવ્યું કે, ’આજે રાત્રે વડાપ્રધાન ઋષિ સુનકે અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરવા માટે હિંદુ સમુદાયના મહેમાનોનું દિવાળી પહેલા ડાઉનિંગ સ્ટ્રીટમાં સ્વાગત કર્યું. સમગ્ર યુકે અને સમગ્ર વિશ્ર્વમાં દરેકને શુભ દિવાળી!’ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં બ્રિટિશ પીએમ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં પરંપરાગત દીવા પ્રગટાવતા જોવા મળી રહ્યા છે.
બ્રિટિશ પીએમ સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું: સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવી
Follow US
Find US on Social Medias