જુલિયન સેન્ડ્સના વર્કફ્રંટની વાત કરીએ તો અભિનેતાએ ફિલ્મોની સાથે ટીવી પર પણ કામ કર્યું છે. ઈંગ્લેન્ડમાં જન્મેલા જુલિયન સેન્ડ્સ 1985ની ફિલ્મ ‘એ રૂમ વિધ અ વ્યૂ’ની સફળતા બાદ હોલિવુડમાં કરિયર બનાવવા માટે 1980માં કેલિફોર્નિયા જતા રહ્યા હતા.
- Advertisement -
View this post on Instagramબ્રિટિશ અભિનેતા જુલિયન સેન્ડ્સના નિધનની પુષ્ટિ થઈ ગઈ છે. અભિનેતા દક્ષિણી કેલિફોર્નિયાના બરફીલા પહાડોમાં ફરતી વખતે ગુમ થઈ ગયા હતા. પાંચ મહિના ગુમ રહ્યા બાદ મંગળવારે તેમના મોતની પુષ્ટિ થઈ છે. સેન્ડ્સે 65 વર્ષની આયુમાં દુનિયાને અલવિદા કહી દીધુ છે.
- Advertisement -
આ રીતે થયો મોતનો ખુલાસો
કાઉન્ટી શેરિફ વિભાગે જણાવ્યું કે 25 જૂને પગપાળા યાત્રીઓને માનવ કંકાલ મળ્યા હતા. યાત્રીઓને જ્યાં કંકાળ મળ્યા તે તેજ વિસ્તાર હતો જ્યાં બ્રિટિશ અભિનેતા સેન્ડ્સ પાંત મહિના પહેલા ગુમ થયા હતા. સેન બર્નાર્ડિનો કાઉન્ટી શેરિફ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું કે કેલિફોર્નિયાના પગપાળા યાત્રીઓની સાથે તેમણે સંપર્ક કર્યો હતો.
View this post on Instagramવિભાગનું કહેવું છે કે અવશેષોની ઓળખ માટે તેમને કોરોનર કાર્યાલય મોકલવામાં આવ્યા છે. તેમનું મોત કઈ રીતે થયું તેની તપસા ચાલી રહી છે. વિભાગ અનુસાર સેન્ડ્સ 13 જાન્યુઆરીથી ગાયબ હતા. આ સમયે તે સેન ગેબ્રિયલ પર્વતના બાલ્ડી બાઉલ ક્ષેત્રમાં હાઈકિંગ માટે એકલા ગયા હતા.



